Home Bharuch ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણીને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર...

ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણીને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરાયા

0

વાલિયા સ્થિત વટારીયા ગણેશ સુગર ફેકટરીના તત્કાલીન ચેરમને કોંગી આગેવાન સંદીપસિંહ માંગરોલાને રાજ્યના ખાંડ નિયમકે વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરવાનો હુકમ કર્યો છે.તત્કાલીન ચેરમેન અને તત્કાલીન વ્યવસ્થાપક સમિતિના સભ્ય સુરજીતસિંહ સંદિપ માંગરોલાને ખાંડ નિયામક ગાંધીનગર બી.એમ.જોષી એમની સત્તાની રૂએ કલમ-૭૬-બી૧ નો હુકમ કરતાં ભરૂચનાં સહકારી માળખામાં સન્નાટો ફેલાઈ ગયો છે

વટારીયા સુગરના રૂ.85 કરોડના આર્થિક ઉચપતનો મામલો

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનાં મેનેજમેન્ટ સામે સરકાર દ્વારા સંસ્થામાં થયેલ ₹85 કરોડના ગેરવહીવટ તથા કૌભાંડમા સભાસદો અને સંસ્થાનાં ડીરેકટરો દ્વારા પુરાવા સહિતની રજુઆત થઈ હતી. જેનાં પગલે ચોક્સી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી.ચોક્સી અધિકારી દ્વારા થયેલ તપાસમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ બહાર આવી હતી. કરોડોના આર્થિક ઉચાપતમાં 2889 પાનાંનો અહેવાલ તૈયાર કરી રાજ્ય ખાંડ નિયામકને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ગુજરાત ખાંડ નિયામક બી.એમ.જોષી એ કલમ 76 બી એક હેઠળ કરેલો હુકમ

સુનાવણીનાં અંતે તત્કાલીન ચેરમેન તથા તત્કાલીન વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે સંદિપ માંગરોલા તથા તેમના ધારાશાસ્ત્રી સત્યતા સાબિત ન કરી શકવાને કારણે કલમ-૭૬-બી૧ ફટકારતાં એમનાં સમૅથકોમાં જોરદાર ઝટકો લાગ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version