Home News Update My Gujarat ગિરનાર પર્વત પર 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ…

ગિરનાર પર્વત પર 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ…

0

Published by : Anu Shukla

રાજ્યમાં હાલ ઠંડીની સાથે પવન પણ ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.

રોપ વે બંધ કરાતા પ્રવાસીઓને હાલાકી

ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.

રાજ્યમાં હવામાન બે દિવસ યથાવત રહેશે

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ માવઠાની આશંકા નથી. પરંતુ આગામી ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળશે નહીં. આ સાથે ગુજરાતીઓ ઠંડા પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં પવનની ગતિ પણ મોટો ભાગ ભજવી રહી છે. રાજ્યની હવામાનની વેબસાઈટ પર રજૂ કરાયેલી વિગતો પ્રમાણે આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને માવઠાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version