Home News Update My Gujarat ગુજરાતની કોલેજોના 4 લાખ વિદ્યાર્થી ટેબ્લેટથી વંચિત હોવાની સરકારને રજૂઆત…

ગુજરાતની કોલેજોના 4 લાખ વિદ્યાર્થી ટેબ્લેટથી વંચિત હોવાની સરકારને રજૂઆત…

0

ગુજરાતની કોલેજૉના ચાર લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. જૉકે આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાંં પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સની કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ઘણો સમય વીતી ગયો હોવા છતાં ટેબ્લેટ ન અપાયા હોવા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એસોસિએસનના પ્રમુખ જે. એસ. ઉપાધ્યાયે શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી, ડિપ્લોમા-ડિગ્રી એન્જિનિયરિંગના આશરે ચાર લાખ વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે. તેમને સત્વરે ટેબલેટ મળવા જોઈએ.

સરકારને રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું છેે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-2018માં વિવિધ પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂ. 1 હજારના ટેબ્લેટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22ના બજેટમાં 200 કરોડ રૂપિયા ટેબ્લેટ માટે ફાળવાયા છે, પરંતુ વર્ષ 2020-2021 તથા વર્ષ 2021-2022માં પ્રવેશ મેળવનાર પ્રોફેશનલ કોર્સ અને નોન પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓને હજી પણ ટેબ્લેટ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version