Home News Update My Gujarat ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ… NCRB ના...

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ… NCRB ના આંકડાઓ જાહેર થયા…

0

Published by : Rana Kajal

ગુજરાત રાજ્ય અન્ય રાજયો કરતાં મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો દાવો કરવામા આવે છે તેમ છતાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB ના આંકડાઓ મુજબ 5વર્ષમાં ગુજરાતમા 40હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ હોવાનું જણાવાયું છે. વર્ષ મુજબ વિગત જોતાં 2016 થી 17મા 7105, વર્ષ 2017માં 7712 વર્ષ 2018 માં 9246 વર્ષ 2019 માં 9268 વર્ષ 2020 માં 8290મહિલાઓ ગુમ થઈ હોવાની ફરીયાદ મળી હતી. આમ 5 વર્ષમાં 41621 મહિલાઓ ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાઇ હતી. એટલું જ નહિ પરંતુ વિધાનસભામાં આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ 2021માં અમદાવાદ અને વડોદરામાં માત્ર એક જ વર્ષમાં 4722 મહિલાઓ ગુમ થઈ હતી. જૉકે આ તમામ બાબતોમાં માનવ તસ્કરીની બાબત પણ કામ કરતી હોવાનું જણાયું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version