Home News Update My Gujarat ગુજરાત સરકારનો પાર્કિગ સમસ્યા નિવારવા માટે મોટો નિર્ણય…

ગુજરાત સરકારનો પાર્કિગ સમસ્યા નિવારવા માટે મોટો નિર્ણય…

0

Published by : Anu Shukla

  • TP સ્કીમમાં 1 ટકા જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા કરાયો આદેશ
  • તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત

રાજ્યની આબાદી વધતા શહેરોમાં અને નગરોમાં પાર્કિગની સમસ્યા માથાનાં દુ:ખાવા સમાન બની ગઈ છે. શહેરીકરણ વધતાં લોકો પોતાની સુવિધા માટે પોતાના પર્શનલ વાહન ખરીદી સફર કરે છે. પરંતુ અહી સૌથી મોટી સમસ્યા પાર્કિગની છે. તે રેસીડેન્ટ હોય કે કોર્મશિયલ જગ્યા હોય દરેક જગ્યાએ પાર્કિગની સમસ્યા વિકટ બની છે. જેથી આ સમસ્યાને દુર કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકારે તમામ ટાઉન પ્લાનિંગની સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા માટે આદેશ કર્યો છે.

તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો કરાયો નિર્ણય

રાજ્ય સરકારે શહેર તેમજ નગરોમાં પાર્કિગ સમસ્યાને દુર કરવા તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ હવે ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપી છે. જેમા ટાઉન પ્લાનિંગની સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા માટે આદેશ કર્યો છે.

તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત

આજે મળેલી એક બેઠકમાં રાજ્ય સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમ રહેણાંક તેમજ કોમર્શિયલ દરેક બિલ્ડીંગોમાં લાગુ પડશે કે જેનાથી તમામ શહેરો અને નગરોની પાર્કિંગની સમસ્યાનો હલ કરી શકાય.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version