Published By : Disha PJB
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસની પાછળ ખુલ્લા મેદાનના ખાડીમાં આજે સવારે એક ગાય ખાવાની શોધમાં આવી હતી અને તે ખાડીના કાદવમાં ફસાઈ ગઈ હતી.
જોકે સ્થાનિકોની નજર જતા ગૌમાતાને બહાર કાઢવા માટે લોકોએ ભારે જહેમત કરી હતી પરંતુ ગાયને બહાર કાઢવી શક્ય નહિ હોય લોકોએ જેમ તેમ કરીને તેના ગળામાં દોરડું નાખી એક કલાકની ભારે જહેમત બાદ તેને કીચડમાંથી બહાર કાઢી હતી.
આ પેહલા પણ એક અઠવાડિયા પહેલા મોટા વરાછા વિસ્તારમાં એક ઘોડો ખાડીમાં પડી ગયો હતો. તેને ફાયર વિભાગ દ્વારા એક દોઢ કલાકના ભારે જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, સુરતનો સચિન વિસ્તાર જ્યાં સચીન જીઆઈડીસી અને સચીન વિસ્તાર એમ બે અલગ-અલગ છે.
જેમાં સચીન જીઆઈડીસીમાં આવેલી ઇન્ડસ્ટ્રીને તેના વેસ્ટેજ પાણીના નિકાલ માટે અલગથી એક નાની કેનાલ બનાવામાં આવી છે. પરંતુ તેમ છતાં તે પાણી નજીકના ખાડામાં નાખી દેવામાં આવે છે અને આ રીતે ત્યાં ધીરે ધીરે સ્થાનિક લોકો પણ કચરો નાખતા જાય છે. જેને કારણે તે સ્થળે ઉપર દલદલ જેવી જગ્યા બની જાય છે.અને તેમાં જયારે પાલતુ પશુંઓ પાણી પીવા જાય છે ત્યારે તે મોતને ભેટે છે. અને ગાય ભેંસ જેવા ભારે પશુઓ આવા કાદવમાં ફસાઈ જાય છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત.