ચીનમાં 16 ઓક્ટોબરે પ્રમુખપદની ચૂંટણી થશે. એવું માનવામાં આવે છે કે શી જિનપિંગ ત્રીજી ટર્મ માટે પ્રમુખ બનશે. અને તેથી તેઓ ઈતિહાસ રચશે. તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે એ વિશે અમેરિકન યુનિ.ની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સર્વિસના સમાજશાસ્ત્રી યાંગ ઝાંગના મતે પી એમ લી કેકિયાંગની દાવેદારી ઓછી છે. પરંતુ 4 અન્ય દાવેદારો છે. જેમાં
1.હુ ચુનહુઆ: 59 વર્ષના હુ લીની જેમ કમ્યુનિસ્ટ યુથ લીગમાંથી આવ્યા છે. તેઓ પોલિટ બ્યૂરોમાં સ્થાન મેળવનાર સૌથી ઓછી વયના નેતા હતા. ઝડપથી આગળ આવ્યા તેથી જિનપિંગના ઉત્તરાધિકારી માનવામાં આવે છે.
2.ચેન મિનર: 62 વર્ષના ચેન ઝેઝિયાંગ પ્રાંતના છે. આ પ્રાંત જિનપિંગનું સૌથી વધુ વર્ચસ્વ છે એવા વિસ્તારોમાં સામેલ છે. તેઓ જિનપિંગના વફાદાર છે. ગરીબી હટાઓ અભિયાનમાં ભૂમિકા ભજવી. 2017 પછી અચાનક ઉભર્યા હતા.
3.ડિંગ ઝુએક્સિયાંગ: 60 વર્ષના ડિંગ પોલિટ બ્યૂરોની સ્થાયી સમિતિમાં સામેલ છે. મહાસચિવના કાર્યકાળમાં ડાયરેક્ટર તરીકે તેઓ જિનપિંગના ચીફ ઑફ સ્ટાફની સમકક્ષ છે. 2007થી જિનપિંગની સાથે છે..
4.લી કિયાંગ: 63 વર્ષીય કિયાંગ જિનપિંગના વફાદાર છે. શાંઘાઈના પાર્ટી સચિવ તરીકે તેમની શરૂઆત ખરાબ રહી. શાંઘાઈમાં લૉકડાઉન નહીં આવે એવી ખાતરી આપી હતી. પછી 2 મહિના માટે લૉકડાઉન લાગુ કરાયું હતું.