- શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો હતો
- બે સ્થાનિક લોકોના મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ
- લોકોએ હાઇવે બ્લોક કરીને સેનાનો વિરોધ શરૂ કર્યો
જમ્મુ-કશ્મીરના રાજોરી જિલ્લામાં ફાયરીંગ ઘટનાના થયેલી હતી. આર્મી કેમ્પની નજીક શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં બે સ્થાનિક લોકોના મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ હતી. જેના કારણે તે વિસ્તારમાં લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોએ હાઇવે બ્લોક કરીને સેનાનો વિરોધ શરૂ કર્યો છે.
આજે સવારે આર્મી સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો જેઓ સેનામાં કુલી તરીકે કામ કરતા હતા. સવારે લગભગ 6.15 વાગ્યે, તે આર્મી કેમ્પના આલ્ફા ગેટ પાસે આવી રહ્યા હતા, તે દરમિયાન તેના પર ગોળીબાર કરવામાં આવ્યો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાલિન્દર કુમાર અને કમલ કિશોર, બંને રાજૌરીના રહેવાસીઓ ગોળીબારમાં માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે અને રોષે ભરાયેલા લોકોએ આર્મી કેમ્પ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ હાઇવે બ્લોક કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતર, સંબંધીઓને નોકરી, બાળકો માટે મફત શિક્ષણ અને આ મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે.