Home Goverment જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી, મહેબૂબા મુફ્તીનો કટાક્ષ…

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી, મહેબૂબા મુફ્તીનો કટાક્ષ…

0

Published By : Parul Patel

મહેબૂબા મુફ્તીએ ગુલામ નબી આઝાદના ‘હિન્દુ પૂર્વજો’ના નિવેદન પર કટાક્ષ કર્યો, ‘તેમના પૂર્વજો વાંદરા ના નીકળી જાય.’

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદના ‘હિંદુ પૂર્વજો’ના નિવેદન પર ઝાટકણી કાઢી છે. મુફ્તીએ કહ્યું છે કે, જો ગુલામ નબી આઝાદ થોડા વધુ પાછળ જાય તો એવું ન બને કે તેમના વડવાઓ વાંદરાઓ બની જાય. તે જ સમયે, કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર મહેબૂબાએ કહ્યું કે હવે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ પડકાર એ છે કે તે કૃષ્ણની ભૂમિકા ભજવે છે કે ધૃતરાષ્ટ્રની…ગુલામ નબી આઝાદના નિવેદન પર કટાક્ષ કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ‘મને નથી ખબર કે ગુલામ નબી આઝાદ ક્યાં સુધી પાછા જઈ રહ્યા છે. જો તે થોડા વધુ પાછળ જાય તો એવું ન બને કે તેના વડવાઓ વાંદરા બની જાય. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, ‘ઈસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો છે. હિંદુ ધર્મ ઘણો જૂનો છે, તેથી 10-20 બહારથી આવ્યા હશે, જ્યારે તેઓ મુઘલોના સમયમાં તેમની સેનામાં હતા. બાકીના બધા ભારતમાં હિંદુમાંથી મુસલમાન બન્યા છે. તેનું ઉદાહરણ આપણા કાશ્મીરમાં છે.
હાલ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓની સુનાવણી પર, પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળવાની આશા રાખે છે. “અમને સુપ્રીમ કોર્ટ પાસેથી આશા છે કે તે ન્યાય કરશે. અમારો સંઘર્ષ અહીં પૂરો નથી થતો. અમારો સંઘર્ષ ચાલુ રહેશે. નોંધવું રહ્યું કે મહેબૂબા મુફ્તી અવારનવાર કલમ ​​370 નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધે છે અને આરોપ લગાવે છે કે કાશ્મીરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version