Published by : Anu Shukla
- 78 બટાલિયનમાં એક જ મુસ્લિમ યુવતી
18 જાન્યુઆરી બાદની ઠંડી હાડકા થીજવી દે તેવી હતી. એમાંય જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કલ્પના માત્રથી જ શરીર ઠંડુ પડી જાય. આ સમય દરમિયાન ગુજરાત તરફથી જમ્મુ કાશ્મીરમાં માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં રિપ્રેઝન્ટ કરી નડિયાદ તાલુકાના નરસંડાની કરિશ્મા કુરેશીએ આખા દેશમાં પ્રથમ નંબર મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 78 બટાલિયનમાં આ એકજ મુસ્લિમ યુવતી હોય જેને મુસ્લિમ સમાજનું પણ નામ રોશન કર્યું છે.
કરીશ્માની પસંદગી આખા ગુજરાતના લગભગ 60 હજાર જેટલા એનસીસી કેડેટ્સમાંથી થઈ
નડિયાદ તાલુકાના નરસંડા ગામના ઇન્દિરા નગરીમાં રહેતા સાર્જન્ટ કરિશ્માબાનું ઇકબાલાએહમદ કુરેશી જે 4 ગુજરાત ગર્લ્સ બટાલિયનના કેડેટ એટલે કે NCCમાં છે અને સી.પી.પટેલ & એફ.એચ.શાહ કૉમેર્સ કોલેજ, આણંદમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓને માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં ગુજરાત તરફથી જમ્મુકાશ્મીરમાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો. તેણીની પસંદગી આખા ગુજરાતના લગભગ 60 હજાર જેટલા એનસીસી કેડેટ્સમાંથી થઈ હતી. તે જમ્મુ કાશ્મીરમાં પહાડી એરિયામાં ટ્રેનીંગ માટે 18મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી દરમિયાન જઇ આવી છે. જમ્મુ કાશ્મીરમાં 17 રાજ્યોના 78 કેડેટ્સની પ્રતિયોગીતામાં ભાગ લઈ ગુજરાત નામ રોશન કર્યું છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/43338750-a114-489b-a18c-03654e42dfb7_1675989986845-1024x768.jpg)
8 કિલોના બુટ પહેરીને બરફમાંથી રસ્તા કાઢવા મારા માટે પહેલો અનુભવ હતો
કરિશ્માએ જણાવ્યું હતું કે ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત હતી એટલે કોઈ પણ ભોગે રાજ્યનું નામ મારે આગળ લાવવું હતું એટલે માઇનસમાં તાપમાન હોવા છતાં હું ત્યાં અડીખમ રહી હતી. 8 કિલોના બુટ પહેરીને બરફમાંથી રસ્તા કાઢવો મારા માટે પહેલો અનુભવ હતો ઘણા સ્પર્ધકો આવી ઠંડીમાં બીમાર પડ્યા ઘણાના નાકમાથી લોહી નીકળવા લાગ્યું તો ઘણાને ફેક્ચર થયા. આવી કપરી સ્થિતિમાં ત્યાં હાજર રહેવું મારા માટે મુશ્કેલ હતું. પરંતુ કંઈ કરી બતાવવાની મારી ઈચ્છાને જોરે હું ત્યાં ટકી રહી અને મેં 15 દિવસની આ શિબિરમાં એવું પર્ફોમન્સ આપ્યું કે આખા દેશના ભેગા થયેલા 78 વ્યક્તિઓમાંથી મારો પ્રથમ રેન્ક આવ્યો છે.
અગર હોશલા બુલંદ હો તો ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તો પણ આપણે આપણી જીત મેળવી શકીએ છે
15 દિવસની ટ્રેનિંગમાં એક પણ દિવસ કોઈ પણ પ્રકારની રજા લીધા વગર મે મારા લક્ષને પામવા માટે ખુબજ અઘરી મહેનત કરી છે અને જે મારું સપનું હતું કે ગુજરાત ડિરેક્ટરેટને પ્રથમ સ્થાને લાવીશ તે મે કરીને બતાવ્યું છે. આ 15 દિવસની ટ્રેનિંગમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે પણ હુ એટલુંજ કહીશ કે, અગર હોશલા બુલંદ હો તો ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તો પણ આપણે આપણી જીત મેળવી શકીએ છે.