જૂનાગઢ
જૂનાગઢમાં પુસ્તક પરબ સમાન લાયબ્રેરીમાં 12 હજારથી વધુ વાંચન પ્રેમી લોકો પુસ્તકાલયનો લાભ લઇ રહ્યા છે. આ અંગે વિગતે જોતા વર્ષ 1956માં આ પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. ત્યારબાદ આજ સુધી આ પુસ્તકાલય હજી પણ અડીખમ છે તેના નવીનીકરણ બાદ અહીં વાંચવા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે જુદા જુદા વિષયોના પુસ્તકો સાથે જ 65000 જેટલા પુસ્તકો હાલ લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે જેથી પુસ્તકોનો મોટો ખજાનો હોવાથી લોકોને પોતાની પસંદ મુજબનું વાંચનનું પુસ્તક અહીં મળી રહે છે અહીં 12,000 જેટલા સભ્યો હાલ પુસ્તકાલયમાં વાંચનનો લાભ લઈ રહ્યા છે. જૉકે 500થી વધુ વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી નિયમિત વાંચન કરે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ પુસ્તકાલયમાં પોતાની કારકિર્દી માટે સવારથી સાંજ સુધી મહેનત કરતા વિદ્યાર્થીઓ પણ અહીં આવે છે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે બજારમાં મોંઘીદાટ મળતી પુસ્તકો કે જે અમુક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને લેવી પરવડતી નથી તેવા દરેક પુસ્તકો અહીં વાંચન માટે ફ્રીમાં મળી રહે છે જેથી દરેક વિદ્યાર્થીઓ અહીં સવારથી સાંજ સુધી પુસ્તકોનો વાંચન માટે લાભ લે છે છોકરાઓ અને છોકરીઓ ખૂબ મોટી પ્રમાણમાં અહીં વાંચન માટે આવે છે લગભગ 500થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અહીં સવારથી સાંજ સુધી સતત વાંચન કરે છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ફક્ત પાંચ લાઇબ્રેરી જ નવીનીકરણ માટે પસંદ થઈ હતી
સમગ્ર ગુજરાતમાં નવીનીકરણ માટે લાઇબ્રેરીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ જિલ્લાની આ લાઇબ્રેરીને સ્થાન આપવામાં આવતા અહીં સ્ટાફમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આ લાઇબ્રેરીમાં વાઇફાઇ ઝોન ,કિડ્સ ઝોન ,સીનીયર સીટીઝન ઝોન, ન્યૂઝ પેપર ઝોન રીડિંગ ઝોન સહિતના વિભાગો રાખવામાં આવ્યા છે .

બાળકો માટે પણ અહીં શિક્ષણની સુવિધા
લાઇબ્રેરીના નવીનીકરણ સમયે અહીં બાળકો માટે પણ ખાસ એક કિડ્સ રૂમ બનાવવામાં આવ્યો છે આ કિડ્સ રૂમમાં બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાન સાથે ગમ્મતનો વર્ગ બનાવવામાં આવ્યો છે જેમાં બાળકોને બેસવાની વ્યવસ્થાથી લઈને ભણવાની વ્યવસ્થા સુધીની દરેક પ્રકારની સવલતો આપવામાં આવે છે

છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ વ્યવસ્થા
નવીનીકરણ બાદ અહીં છોકરા અને છોકરી બંનેને બેસવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બંને વ્યવસ્થામાં એર કન્ડિશનર હોલમાં દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર ભણી શકે અને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે પ્રકારની સવલતો ઉભી કરવામાં આવી છે.આ લાઇબ્રેરીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવે છે તેમની પાસે વાંચન માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અહીં જો મેમ્બર થવું છે તો તેના માટે પણ નજીવી ફી છે. જો તમારી પાસે કોઈ ગેરંટર છે તો ફક્ત 50 રૂપિયા ફી છે અને જો ગેરંટર નથી તો 110 રૂપિયાથી તમે પાંચ વર્ષ સુધીનું સભ્યપદ આ લાઇબ્રેરીમાં લઈ શકો છો.