Published By: Aarti Machhi
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણખુંટા ગામે 600 વર્ષ જૂનુ હનુમાન મંદિર આવેલુ છે. આ મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. પૌરાણિક કથા અનુસાર પાંચ પાંડવો અહીંથી જતા હતા. તે સમયે આ સ્થળે વચ્ચે હનુમાનજી બેસ્યા હતા.ત્યારે દાદાનું પૂંછડી ઊંચકીને બાજુમાં મુકવા જતા હતા. પણ ઊંચકાયુ ન હતુ. અને પરચો આપીને બેસાડયા હતા. ત્યારથી આ મંદિર સૂરા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.



સુરા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં ભાથીજી મહારાજ,શિવલિંગ અને લક્ષ્મી નારાયણ મંદિર તેમજ રક્ષકની પ્રતિમા પણ જોવા મળે છે જેથી આ મંદિર અતિ પૌરાણિક હોવાનું અનુમાન લગાવી શકાય છે.


દર શનિવારે અને શ્રાવણ માસમાં તેમજ હનુમાન જયંતીના દિવસે રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. સુરા હનુમાન મંદિરે સુરત,વડોદરા,ભરૂચ અને અન્ય જિલ્લામાંથી હનુમાન ભક્તો દર્શનાર્થે આવે છે ભક્તોને અગવડ નહીં પડે તે માટે સાંસદની ગ્રાન્ટમાંથી ધર્મશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.