Home Bharuch ઝઘડિયા ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા બાળક સહિત સાત દાઝ્યા…

ઝઘડિયા ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા બાળક સહિત સાત દાઝ્યા…

0

ઝઘડિયાના ભાલોદ તરસાલી ગામમાં ગત રોજ મોડી રાતના સમયે મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા બાળક સહીત સાત લોકો દાઝી ગયા હતા

ગતરોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ગામમાં આવેલ એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.કાચા મકાનને પગલે આગે ત્વરિત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેતા બાળક સહીત સાત લોકો દાઝી ગયા હતા.

આગ અંગેની જાણ ગ્રામજનોને થતા ગ્રામવાસીઓ એકત્રિત થઇ પાણી સાથે રેતીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને દાઝી ગયેલા તમામને ૧૦૮ સેવાની મદદ વડે અવિધાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આગ અંગેનો કોલ ફાયર બ્રિગેડ ને કરાયો હતો પરંતુ ઘટના સ્થળની 25 કી.મી. દૂર ઝઘડિયા જી.આઇ. ડી.સી. ખાતે ફાયર સ્ટેશન હોવાથી આગ પપર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ પોહચે તે પેહલા જ ગ્રામજનો ઍ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version