Home Bharuch ઝઘડીયાના પાણેથા પાસેથી પસાર થતી નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની…

ઝઘડીયાના પાણેથા પાસેથી પસાર થતી નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની…

0

Published By : Patel Shital

  • દરિયા કાંઠા જેવો માહોલ જોઈ લોકોની ભીડ જોવા મળી…
  • ઉનાળુ વેકેશનમાં કાળઝાળ ગરમીથી ઠંડક મેળવવા લોકો ઉમટ્યા…

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામ પાસે નર્મદા નદી કિનારાનો અનોખો નજરો જોઈ સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે.

ઉનાળાની ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક અને વોટર ફોલની મજા માળવા ભરૂચ જીલ્લા બહાર આવેલ સ્થળોએ દોડ મૂકી રહ્યા છે. સાથે ઉનાળુ વેકેશનની મજા ઉઠાવવા હિલ સ્ટેશન તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીનો કિનારો સહેલાણીઓનો મન પસંદ સ્થળ બન્યું છે. કુદરતી વાતાવરણથી સજ્જ આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

હાલ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે અને ગરમીનો પારો દિન પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે તેવામાં ગરમીથી રાહત મેળવવા જીલ્લાવાસીઓએ ઝઘડિયાના પાણેથા ગામ નજીક નર્મદા નદી કાંઠે ઉમટી રહ્યા છે અને નદી કિનારે સમય ગાળી નદીમાં સ્નાન કરવાનો આનંદ લુંટી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ સહેલાણીઓની ભીડને લઇ મકાઇ, પાપડીના લોટની હાંટડીઓ ઉભી કરી છે. જેની મજા પણ લોકો ઉઠાવી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version