- ઝુકરબર્ગની સૌથી મોટી છટણી કરવાની યોજના,
- આ સપ્તાહના અંતથી થશે શરૂઆત
- શેર્સ 70% થી વધુ ઘટ્યાં
- આ સપ્તાહના અંતથી થશે શરૂઆત
ટ્વિટર બાદ હવે મેટા (અગાઉ ફેસબુકના નામથી ઓળખાતું હતી) ઘણા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે કેટલા લોકોને બહાર કાઢવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલ મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં છટણી શરૂ થઈ જશે. 2004 માં તેની સ્થાપના પછી કંપનીની આ સૌથી મોટી છટણી હોઈ શકે છે.
મેટામાં 87,314 કર્મચારીઓ
સપ્ટેમ્બર 2022 ના અંત સુધીમાં મેટામાં 87,314 કર્મચારીઓ હતા. મેટા હાલમાં WhatsApp, Instagram અને Facebook સહિત વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે. જો કે, કંપની મેટાવર્સ પર તેના ખર્ચમાં વધારો કરી રહી છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને સતત નુકસાન થઈ રહ્યું છે. છટણીથી નાણાકીય કટોકટી કંઈક અંશે હળવી થવાની અપેક્ષા છે.
મેટાવર્સમાં રોકાણ કરવાના ગેરફાયદા
ગયા મહિનાના અંતમાં, મેટાએ ડિસેમ્બર ક્વાર્ટરની રેવન્યુ આઉટ લુકની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે આવતા વર્ષે મેટાવર્સમાં તેના રોકાણને કારણે તેને ઘણું નુકસાન થશે. આ માહિતી સામે આવી ત્યારથી કંપનીના શેરની કિંમતમાં મોટો ઘટાડો થયો છે આ વર્ષે મેટાના શેર 70% થી વધુ ઘટી ગયા છે.
જોકે, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે રોકાણકારોને બ્રાન્ડમાં વિશ્વાસ રાખવા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જે લોકો કંપનીની સાથે રહેશે તો તેનો લાભ તેમને ચોક્કસ મળશે.
મેટાવર્સ શું છે અને ફેસબુકે આ નામ શા માટે પસંદ કર્યું?
વર્ચ્યુઅલ રિયાલિટીના આગળના સ્તરને મેટાવર્સ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, મેટાવર્સ એ એક પ્રકારનું વર્ચ્યુઅલ વિશ્વ છે.આ ટેક્નોલોજીથી તમે વર્ચ્યુઅલ ઓળખ દ્વારા ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરી શકશો. એટલે કે, એક સમાંતર વિશ્વ જ્યાં તમારી એક અલગ ઓળખ હશે.
તે પેરેલલ વર્લ્ડમાં તમે મુસાફરી, સામાન ખરીદવાથી લઈને આ વિશ્વમાં જ તમારા મિત્રો અને સંબંધીઓને મળી શકશો. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનાં એડવાન્સ વર્જન સાથે તમે વસ્તુઓનો સ્પર્શ અનુભવી શકશો. મેટાવર્સ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વિજ્ઞાન સાહિત્ય લેખક નીલ સ્ટીફન્સને1992માં તેમના નોબેલ ‘સ્નો ક્રેશ’માં કર્યો હતો.