Published by : Rana Kajal
- BBA અને B.Com.ના પેપર પૂર્વ CM રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની કોલેજમાંથી ફૂટ્યા હતા.
રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે તપાસ દરમિયાન ખૂબ મહત્વનો અને સનસનાટી ભરેલ ખુલાસો થયો છે કે ભૂતકાળમાં થયેલ પ્રશ્ન પત્ર લિકની ધટના સાથે પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નજીકના સગા સંબધીની સંસ્થા સુઘી પણ તપાસનો રેલો પહોંચ્યો હતો.મહિનાઓ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષામાં તા.13ના રોજ બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઇ ગયા હતા, રાજ્યમાં મહત્તમ પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પણ પેપર ફૂટવાના મામલામાં 111 દિવસના અંતે યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યાનો ધડાકો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો, પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી હતી. આમ ગુજરાત રાજ્યમા પ્રશ્ન પત્ર લીક થવાની ઘટનામા ભૂતકાળમાં અગ્રણી રાજકારણીઓના નજીકના સગા સંબધીઓની સંસ્થા પણ સામેલ હોવાનુ જણાયું છે.