Published by : Vanshika Gor
તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ફરીથી ઉમેદવારોને ટકોર કરી છે. તેઓએ આજે તલાટીની પરીક્ષા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જેણે સંમતિ પત્ર આપ્યુ છે તેને જ કોલ લેટર મળશે.
હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે. પરંતુ તે પહેલા 20મી એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. સંમતિ પત્ર ભરવાના હવે માત્ર 2 દિવસ બાકી છે. પરીક્ષા આપવા માગતા ઉમેદવારો અચૂક સંમતિપત્ર ભરી દે. તેના વગર પરીક્ષા આપવા નહિ દેવાય.
તેમણે કહ્યું કે, ત્યાર સુધી 6 લાખ ઉમેદવારોના સંમતિ પત્ર આવ્યા છે. વહેલી તકે ઉમેદવારો સંમતિ પત્ર ભરી દે. કોલ લેટર ડાઉનલોડ સમયે સંમતિ પત્રનો નંબર જરૂરી છે. બપોરે 12:30 કલાકે પરીક્ષાનું પેપર આપવામાં આવશે. સંમતિ પત્ર ભરેલા હશે તેમનો જ કોલ લેટર મળશે.