Published By : Aarti Machhi
મેષ રાશિફળ
વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર-ટૅન્શનનું કારણ બની શકે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે.
વૃષભ રાશિફળ
ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. ઉપયોગી થવાની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે.
મિથુન રાશિફળ
હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે.
કર્ક રાશિફળ
માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે.
સિંહ રાશિફળ
તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે.
તુલા રાશિફળ
રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘર ના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે.
વૃશ્વિક રાશિફળ
આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે.
ધન રાશિફળ
પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે.
મકર રાશિફળ
તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ.લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે.
કુંભ રાશિફળ
ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે.
મીન રાશિફળ
મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે -જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે.