Sunday, June 29, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 29 જૂન 2025નું રાશિફળ

તારીખ 29 જૂન 2025નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે.

વૃષભ રાશિફળ

આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે.

મિથુન રાશિફળ

રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો.

કર્ક રાશિફળ

કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે.

સિંહ રાશિફળ

તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે.

કન્યા રાશિફળ

ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે.

તુલા રાશિફળ

આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો.

વૃશ્વિક રાશિફળ

તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે.

ધન રાશિફળ

ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો. પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે.

મકર રાશિફળ

તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માં સમર્થ છો, તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ.

કુંભ રાશિફળ

તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. સમય કરતા મોટું કઈ હોતું નથી. તેથી જ તમે સમય નો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવન ને સરળ બનાવવા ની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે. તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે.


મીન રાશિફળ

સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!