Home Ankleshwar દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરીયલ ઝડપાવાનો મામલો…

દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરીયલ ઝડપાવાનો મામલો…

0

Published By : Parul Patel

  • દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરીયલ ઝડપાવાનો મામલો
  • ગુજરાત ATS અને ભરૂચ પોલીસે રૂ.31.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • 1200 લીટર પ્રવાહી કેમિકલ મળી આવ્યું
  • કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ

ભરૂચ જિલ્લામાં ફરી એક વાર ડ્રગસના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત એ.ટી.એસ. એ દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાં દોરડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો 31.2 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત ATS અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ GIDC માં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું 31.2 કરોડ રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હતું. પોલીસે આ રો મટીરીયલનો જથ્થો F.S.L. માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગસ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગસના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version