Published By : Parul Patel
વિશ્વમાં ખુબ મોટી સંખ્યામા મહિલાઓ દારૂને નફરત કરે છે. તેના કારણ એ છે કે મહિલાઓ માને છે કે પુરૂષો દારૂ પીને નાણાં ખોટા રસ્તે ખર્ચી રહ્યાં છે, તેમજ તંદુરસ્તી બગાડી રહ્યાં છે. પરંતું આ બાબત હવે જૂની થઇ ગઇ છે. મહિલાઓ પણ દારૂ પીવામાં પુરૂષ સમોવડી થવા જઈ રહી છે, આંકડાઓ અનુસાર, 1991 થી 2000 વચ્ચે જન્મેલી મહિલાઓ પુરૂષો જેટલો જ દારૂ પી રહી છે.
બીજી તરફ આ આંકડો પુરૂષોમાં માત્ર 21 ટકા છે. આ સિવાય દારૂના ઓવરડોઝ બાદ હોસ્પિટલ પહોંચતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. અહીં ચૌકાવનારી બાબત એ છે કે મહિલાઓ વધુ આલ્કોહોલ નથી લઈ રહી પરંતું આલ્કોહોલ મહિલાઓને પુરુષો કરતા વધુ અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે મહિલાઓના શરીરમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડિહાઈડ્રોજેનેઝ એન્ઝાઇમ રિલિઝ થાય છે. આ લિવરમાં સ્થિત હોય છે અને તે શરીરમાં આલ્કોહોલને તોડવાનું કામ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને મેસેચ્યુસેટ્સની મેક્લીન હોસ્પિટલના વ્યસન મુક્તિ મનોવિજ્ઞાની ડોન સુગરમેન અનુસાર, મહિલાઓને દારૂથી પુરૂષો કરતાં વધુ સમસ્યા થાય છે. આની પાછળ કારણ એ છે કે તે મહિલાઓ પર આલ્કોહોલની અસર અલગ રીતે થાય છે. શરીરમાં હાજર પાણી તેની અસર ઘટાડે છે અને વધુ ચરબી અને ઓછા પાણીને કારણે મહિલાઓ પર દારૂ વધુ અસર કરે છે.
તે સાથે, જે મહિલાઓ વધુ આલ્કોહોલનું સેવન કરે છે, તેને લત લાગવાના વધુ ચાન્સ છે. આને ટેલિસ્કોપિંગ કહેવામાં આવે છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ મોડે પીવાનું શરૂ કરે પરંતુ તેઓ જલ્દી લતનો ભોગ બને છે. આટલું જ નહીં મહિલાઓમાં લીવર અને હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ પણ વધારે છે. જૉકે હાલના સમયમાં પશ્ચિમી દેશો કરતા ભારતમા ઓછી મહિલાઓ દારૂ પીએ છે પરંતું દેશના મહાનગરોમાં અન્ય વિસ્તારો કરતા મહિલાઓ દારૂનુ સેવન વધુ કરે છે.