Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદિલ્હી સરકારના આરોગ્ય મંત્રીને જેલમાં મસાજ કરાવતા હોવાનો વિડિયો વાયરલ…

દિલ્હી સરકારના આરોગ્ય મંત્રીને જેલમાં મસાજ કરાવતા હોવાનો વિડિયો વાયરલ…

  • સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળે છે : ED

મની લોન્ડરિંગ તેમજ અપ્રમાણસર સંપત્તિના મામલે તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં ફસાયા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. વીડિયો પછી બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ AAP પર પ્રહારો કર્યા અને આમ આદમી પાર્ટીને સ્પા-મસાજ પાર્ટી ગણાવી છે.

વીડિયો વાઇરલ થયા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈનના પક્ષમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે જૈનની તબિયત ખરાબ છે અને ડૉક્ટરોની સલાહ પર તેઓ ફિઝિયોથેરાપી લઈ રહ્યા છે. તેઓએ એમ પીએન કહ્યું હતું કે તિહારના વીડિયો લીક થઈને બીજેપી સુધી કેવી રીતે પહોંચ્યા. સાથે જ તેમણે ભાજપ દ્વારા જૈનની બીમારીની આ રીતે મજાક ઉડાવવી શરમજનક ગણાવી હતી.

દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર માલિશ કરી રહ્યો છે.

EDએ થોડા સમય પહેલા એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો 13 થી 21 સપ્ટેમ્બરની વચ્ચેનો જણાવવામાં આવી રહ્યો છે. EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. જેલ સુપ્રિટેન્ડેન્ટ નિયમોની વિરુદ્ધ જઈને સત્યેન્દ્ર જૈનને મળે છે, તેઓ તેમને પૂછવા જાય છે કે મંત્રીને જેલમાં કોઈ સમસ્યા છે કે કેમ. તો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી ભોજન લાવવામાં આવે છે. તેમની પત્ની પૂનમ જૈન અવારનવાર સેલમાં તેમની મુલાકાત લે છે, જે ખોટું છે. તે કેસના અન્ય આરોપીઓ સાથે કલાકો સુધી તેની સેલમાં બેઠકો કરે છે. સવારે, જ્યારે કેદીઓની ગણતરી માટે સેલ ખુલે છે, ત્યારે વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. દરમિયાન, સત્યેન્દ્ર કેસના અન્ય આરોપીઓ સાથે મીટિંગ કરે છે. તો તિહાર જેલ પ્રશાસને સેલમાં કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ હોવાનો ઈન્કાર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!