Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalદુનિયાની સૌથી બીભત્સ ફિલ્મ 'કેનિબલ હોલોકોસ્ટ' 50 જેટલા દેશોમાં બૅન...

દુનિયાની સૌથી બીભત્સ ફિલ્મ ‘કેનિબલ હોલોકોસ્ટ’ 50 જેટલા દેશોમાં બૅન…

આજે ફિલ્મસ્ટાર્સની નહીં, પરંતુ એ ફિલ્મ અંગે વાત કરીશું. એક ફિલ્મ બન્યા બાદ વિશ્વભરમાં હોબાળો થયો હતો. આ દુનિયાની સૌથી બીભત્સ, હિંસક તથા સૌથી વધુ ન્યૂડિટીવાળી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ 50 જેટલા દેશોમાં આજે પણ બૅન છે.

આ ફિલ્મનું નામ છે ‘કેનિબલ હોલોકોસ્ટ.’ આ ફિલ્મ ઇટાલિયન છે. આ ફિલ્મમાં હિંસાના સીન રિયલ લાગે એ માટે ડિરેક્ટરે એક્ટર્સ પાસે કેમેરાની સામે પશુઓની હત્યા કરાવી હતી. રિયલમાં રેપ પણ કરાવ્યો હતો. શૂટિંગ દરમિયાન એક્ટર્સ સેટ પર જ વોમિટ કરતા, કેટલાક ડિપ્રેશનમાં જતા રહ્યા હતા, એક એક્ટર રેપ સીનના શૂટિંગ બાદ પોતાની ગર્લફ્રેન્ડથી અલગ થઈ ગયો હતો. આ એક્ટરને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી, પરંતુ પર્ફેક્શનની ધૂન ડિરેક્ટર પર એવી સવાર હતી કે તેની પર કોઈ પણ વાતની અસર થતી નહોતી.

ફિલ્મ રિલીઝ થઈ તેના 10 દિવસમાં જ બૅન થઈ ગઈ હતી. ફિલ્મની તમામ રીલ જપ્ત કરવામાં આવી હતી. કેટલીક હત્યાઓના સીન એટલા રિયલ હતા કે ડિરેક્ટર પર એક્ટર્સની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ધરપકડ થઈ હતી. કેસ પણ ચાલ્યો હતો, કારણ કે શૂટિંગ બાદ કેટલાક એક્ટર્સ ગાયબ હતા.

ફિલ્મ 50થી વધુ દેશમાં બૅન થઈ હતી, પરંતુ જ્યાં પણ રિલીઝ થઈ ત્યાં જબરદસ્ત કમાણી થઈ હતી. એક લાખ ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મે 10 દિવસમાં 20 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. આ ફિલ્મની લાઇફટાઇમ કમાણી 200 મિલિયન ડૉલર હતી. આ ફિલ્મને કલ્ટ ક્લાસિકનો દરજ્જો પણ મળેલો છે.

વાત હવે ફિલ્મ બનાવવાના આઇડિયાની
રગેરો ડિઓડાટોએ ફિલ્મ ‘ડજાંગો’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે પોતાના દીકરા સાથે એક હિંસક ન્યૂઝ જોયા હતા. આ ન્યૂઝમાં રેડ બ્રિગેડ્સ (ઈટાલીનું નક્સલાઇટ ગ્રુપ) કેટલાક લોકોને દર્દનાક મોત આપતું હતું. આ દરમિયાન ઈટાલિયન મીડિયા જર્નલિઝ્મના નિયમો હટાવીને હિંસક કન્ટેન્ટ બતાવતું હતું. રગેરોએ આ જ ન્યૂઝને આધારે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. રગેરોએ વર્ષ 1977માં અલ્ટિમો મોંડો કેનિબલ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ કેનિબલ ટ્રાઇબ (નરભક્ષી જાતિઓ)થી બચવાની વાર્તા હતી. જર્મન ડિસ્ટ્રિબ્યુટરને મળ્યા બાદ ડિઓડાટોએ ફિલ્મની સિક્વલ ‘કેનિબલ હોલોકોસ્ટ’ બનાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં આ સિક્વલનું ટાઇટલ ‘ગ્રીન ઇફર્નો’ રાખવામાં આવ્યું હતું. ડિરેક્ટરે આ ફિલ્મને ફાઉન્ડ ફૂટેજ કોન્સેપ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મને વધુ દેશો સુધી પહોંચાડવા માટે ડિરેક્ટરે કાસ્ટિંગ સ્ટ્રેટેજી બનાવી
ડિરેક્ટર ડિઓડાટો ઈચ્છતા હતા કે ફિલ્મ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે, આથી તેમણે આ ઇટાલિયન ફિલ્મને અંગ્રેજીમાં બનાવવાનું નક્કી કર્યું. અમેરિકન એક્ટર પેરી પિરકાનેનને કાસ્ટ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!