Home News Update Nation Update દુનિયામાં ચાલી રહેલ મંદીના મંડાણ વચ્ચે ભારત ભરતીમાં ટોપ પર રહ્યું છે...

દુનિયામાં ચાલી રહેલ મંદીના મંડાણ વચ્ચે ભારત ભરતીમાં ટોપ પર રહ્યું છે તો અમેરિકામાં છટણીનો દોર….

0

સમગ્ર વિશ્વમાં હાલ છટણીનો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ ભારત દેશમાં ભરતીની મોસમ ચાલી રહી છે. નવેમ્બર 2022 થી લગભગ 2 લાખ આઈટી કર્મચારીઓએ અમેરિકામાં નોકરી ગુમાવી છે. તેમાંથી 30-40% ભારતીયો છે. તેમાંથી મોટાભાગના એવા પણ છે જેમની પાસે H-1B અને L-1 વિઝા હતા. હકીકતમાં, H-1B વિઝા ધારકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ છે કારણ કે જો તેમને 60 દિવસમાં નવી નોકરી નહીં મળે, તો તેમની પાસે ભારત પાછા આવવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

આ વચ્ચે ભારતમાં સૌથી મોટી ખાનગી બેંક HDFCએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2022 વચ્ચે 5,863 અને બંધન બેંકે 2,036 લોકોની ભરતી કરી હતી. તે જ સમયે, ICICI બેંકે માર્ચથી 22 ડિસેમ્બર વચ્ચે 11,200 લોકોની ભરતી કરી છે. તો યુએસ બેંક મોર્ગન સ્ટેનલીએ 22 ડિસેમ્બરમાં 1,600 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. SBI સાથે સંકળાયેલા બેન્કિંગ એક્સપર્ટે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ ભારતીય બેન્કો માટે મુશ્કેલ છે તેમ છતા હવે રેકોર્ડ વૃદ્ધિ જોવા મળશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version