Published By : Parul Patel
દેશનો ખજાનો છલકાયો હોવાનુ જણાઈ રહ્યું છે. જેમા એક બાજુ છેલ્લા કેટલાક સમયથી જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે, અને હવે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ વધારો આવતાં સરકારી ખજાનો છલકાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો વધારો થયો છે.
કર વસૂલાતમાં વધારો આર્થિક પ્રવૃત્તિને વેગ આપે છે, અને આ તેની નિશાની છે. આવકવેરા વિભાગે તાજેતરમા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કુલ બજેટ અંદાજના 26.05 ટકા પર પહોંચી ગયું છે. જેમાં ઇન્કમ ટેક્સ અને કંપની ટેક્સનો સમાવેશ થાય છે. જૉકે આ દરમિયાન આઈટી વિભાગે 42,000 કરોડનું રિફંડ રિલિઝ કર્યું છે. જે ગત વર્ષની તુલનામા 2.55 ટકા વધારે છે. ડાયરેક્ટ ટેક્સમાં ઈન્કમ ટેક્સ અને કંપની ટેક્સ સામેલ છે. કરદાતાઓ અને કંપની સરકારને જે સીધા પૈસા ચૂકવે છે, તેને ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. તે ઉપરાંત આ ટેક્સમાં કેપિટલ ગેઈન્સ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ પણ સામેલ છે.