Published by : Vanshika Gor
- લોકસભા 2024 ની ચૂંટણીને લઈ અત્યારથી જ ભાજપ રાજકીય નફા-નુકશાનના આધાર ઉપર કરી રહી છે કામ ?
- ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓ થકી તેઓને જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં નડતરરૂપ નેતા માટે ફાઇલ તૈયાર રાખી હોવાનો રાજકીય વિશ્લેષકોનો મત
- કોંગ્રેસ, RJD, BSP, JDU, આપ સહિત તમામ પક્ષોના ચહેરા એવા નેતા 2024 ની લોકસભા માટે BJP ના રડારમાં
- IT, CBI, ED નો રાજકીય ઉપયોગ કરી કેન્દ્ર સરકાર સાંધી રહી છે એક હથ્થુ સત્તાની સરમુખત્યાર શાહી
લોકશાહી અને લોકતાંત્રિક ભારત દેશમાં કેન્દ્રની ભાજપ સરકાર પોતાની સત્તાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને ફેલાવવા એક બાદ એક વિપક્ષી પક્ષોને ટાર્ગેટ કરી રહી છે ? દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સીસોદીયા તો એકમાત્ર શરૂઆત હોવાનું દેશના રાજકીય નિષ્ણાંતો અને પીઢ પત્રકારો ગણાવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં શિવસેના હોય કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી કે પછી બહુજન પાર્ટી કે JDU, RJD કે પછી આમ આદમી પાર્ટી કેન્દ્રની ભાજપ સરકારે દરેક વિપક્ષી પક્ષોના નેતાઓની ફાઇલ તૈયાર રાખી છે !!!જે તે રાજ્યોની વિધાનસભા ચૂંટણી હોય કે પછી આગામી 2024 ની લોકસભા ચૂંટણીની તૈયારી ભાજપ સરકાર તેને જે તે બેઠક કે વિધાનસભા કે પછી લોકસભામાં નડતરરૂપ નુકશાન પોહચડનાર નેતાની ફાઇલ તૈયાર રાખી બેઠું છે ? કેન્દ્રીય એજન્સીઓ ઇન્કમટેક્ષ, CBI અને ED પણ કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી છે ? એક વખત કોઈ વિપક્ષી નેતાની રાજસ્વને નુકશાન, હવાલકાંડ, કૌભાંડ, ગોટાળા, મની લોડરિંગમાં ધરપકડ થઈ તો પછી તેના ઉપર પહેલાથી જ તૈયાર ચાર્જ મુજબ ચાર્જશીટ પણ તૈયાર જ હોય છે અને આ વિપક્ષી નેતા એક વખત જેલમાં ગયા બાદ ક્યારે પાછો બહાર આવશે તે નક્કી હોતું નથી.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર પુણ્ય પ્રસૂન બાજપાઈએ ઉપરના તમામ આ ગંભીર આરોપો સામે BJP ની કેન્દ્ર સરકાર સામે વિપક્ષી તમામ નેતાની ફાઈલો તૈયાર હોવાનું અને તેઓની ધરપકડ પણ નક્કી હોવા સાથે જેલવાસમાં જવાનું પણ ગમે ત્યારે જવાનો વારો હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.દરેક રાજકીય પક્ષનો એક ચહેરો હોય છે. જેમકે ભાજપનો નરેન્દ્ર મોદી છે. જો હાલ નરેન્દ્ર મોદી સન્યાસની જાહેરાત કરે તો 2024 ની લોકસભા ચૂંટણીમાં BJP દેશમાં ક્યાંય દેખાઈ નહિ.એવી જ રીતે કોંગ્રેસનો ચહેરો રાહુલ ગાંધી, બસપાનો માયાવતી, RJD નો તેજસ્વીની, JDU નો નીતિશ કુમાર, શિવસેનાનો ઉદ્ધવ ઠાકરે હતા. ભાજપે પોતાની રાજનીતિ અને સત્તા ટકાવી રાખવા કેન્દ્રમાં સરકારને લઈ દેશની એજન્સીઓનો ઉપયોગ કરી તમામ વિપક્ષી નેતાઓ કે તેમના ચહેરાની ફાઈલો તૈયાર રાખી છે ???
કેટલાયે જે તે ચૂંટણીઓ ટાણે ED, CBI નો સામનો કરવો પડ્યો છે. ધરપકડ પણ થઈ છે અને જેલમાં પણ જવું પડ્યું છે! ભાજપ ક્યાં તો જે તે ચૂંટણી પેહલા રાજકીય નફા નુકશાન માટે જે તે વિપક્ષી પાર્ટીના નેતાની કેન્દ્રીય એજન્સીઓના હવાલે ફાઇલ ખોલાવી નાખે છે. જો જે તે નેતા ભાજપમાં ભળી ગયો તો તે ધરપકડ કે જેલવાસથી બચી જાય છે. અન્યથા તેને એક બાદ એક સીબીઆઈના રીમાન્ડ, જેલવાસની પ્રક્રિયામાંથી પસાર થવાનું પાકું જ છે !!!
કેન્દ્રમાં રહેલી ભૂતકાળની દરેક સરકારે પણ આજ રીતે જ અગાઉ દેશમાં પોતાની રાજનીતિ કેન્દ્રીય એજન્સીઓને સથવારે ખેલી અન્ય વિપક્ષો અને તેના નેતાને પાડ્યા છે.જોકે હાલની ભાજપ સરકાર જેવું સત્તા અને એજન્સીઓનો ઉપયોગ દેશમાં ક્યારેય આટલી હદે થયો નથી. આજે ભાજપ એ દેશમાં તમામ રાજકીય પક્ષો પાસે જેટલા પૈસા છે તેના કરતાં 18 ગણું ભંડોળ ધરાવે છે.એટલે કે ભાજપે ભારતના અન્ય તમામ રાજકીય પક્ષોને ફંડ, નેતા, સંગઠનથી પણ પાડી દીધું છે. હવે 2024 ની લોકસભા ચૂંટણી સુધીમાં મનીષ સીસોદીયા બાદ દેશમાં અન્ય કેટલા નેતાઓની ક્યારે કેવી રીતે ફાઇલ ખુલે છે અને તેમના ઉપર CBI, ED ની ગાજ વરસવા સાથે તેમની ધરપકડ અને જેલવાસનો દોર શરૂ થાય છે તે જોવું રહ્યું.
ચોથો આધાર સ્તંભ એવુ મીડિયા પણ ગોદી મીડિયા બની ગઈ છે તેમ વિપક્ષો અને સરકાર સામે સવાલો ઉઠાવતા દેશના બેબાક પત્રકારો કહી રહ્યાં છે. વર્ષ 2014 થી 2022 સુધીમાં દક્ષિણ ભારતથી લઈ ઉત્તર ભારત કે પછી પૂર્વોત્તર રાજ્ય અને પશ્ચિમ બંગાળમાં કેટલાય પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષોના રીડની હડ્ડી સમાન નેતાઓની એક બાદ એક ફાઈલો ખોલી, તેમની પૂછ પરછ, રીમાન્ડ અને જેલમાં મોકલી જે તે પક્ષને તોડવામાં આવ્યો છે. અને ભાજપે જે તે ચૂંટણીમાં તેનો લાભ ખાટી લઈ તેનું રાજકીય સત્તાનું સુકાન સર્વોપરી જાળવી રાખ્યું છે.! હવે 2024 ની લોકસભાની ચૂંટણી દેશમાં કેવી રાજકીય ઉથલ પાથલ બતાવે છે તે તો કેન્દ્ર સરકાર ક્યાં પક્ષ અને ક્યાં નેતાની ફાઈલો ખોલે છે અને કેન્દ્રીય એજન્સીઓ થકી કેવો માહોલ રચે છે તેના પર સૌકોઈનું ધ્યાન અત્યારથી જ કેન્દ્રિત થઈ ગયું છે !!!