Published by :vanshika Gor
ફૂટબોલના લેજેન્ડ લિયોનલ મેસ્સીએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા ધોનીને પોતાની સાઈન કરેલી ટી-શર્ટ ભેટ આપી છે. મેસ્સીની ટીમ આર્જેન્ટીનાએ 2022 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં આર્જેન્ટીનાની ટીમે ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. મેસ્સીએ આ વર્લ્ડ કપમાં સાત ગોલ કર્યા.

ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં જીવા ધોનીએ જર્સી પહેરોલો ફોટો શેર કર્યો છે. આ ટી-શર્ટ પર મેસ્સીની સાઈન છે. જીવા મેસ્સીની સાઈનને જોઈ રહી છે. સાક્ષીએ કેપ્શનમાં લખ્યું છે-જેવા પિતા તેવી પુત્રી. જોકે તેમણે જણાવ્યું નથી કે મેસ્સીએ તેમને મોકલી છે કે મુલાકાત સમયે આપી છે.
ધોની ફૂટબોલના મોટાફેન
ધોનીનો ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયો નથી. તે ફૂટબોલનો મોટો ફેન છે અને પોતે ફૂટબોલર રહી ચૂક્યો છે. ક્રિકેટમાં આવતાં પહેલાં તેનો પહેલો પ્રેમ ફૂટબોલ હતો અને તે પોતાની સ્કૂલ ટીમનો ગોલકીપર હતો. ધોની જ્યારે ટીમનો કેપ્ટન હતો ત્યારે ટીમ પ્રેક્ટિસમાં ફૂટબોલને હંમેશાં સામેલ કરતો હતો. આ સિવાય તક મળતાં ઘણી વખત ફૂટબોલ રમતાં પણ નજર આવ્યો છે.