Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અમેરિકાના પ્રવાસ પર જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આ સરકારી મુલાકાત ભારત-અમેરિકા સંબંધો માટે નિર્ણાયક ક્ષણ બની રહી છે. PM મોદી અમેરિકા પહોંચતાંની સાથે જ 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તેમનો સત્તાવાર પ્રવાસ વોશિંગ્ટનમાં શરૂ થશે. 23 જૂને પીએમ મોદી US કોંગ્રેસને સંબોધિત કરશે…
PM મોદી 21 જૂને યોગ દિવસેજ ન્યૂયોર્ક પહોંચશે. એ જ દિવસે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. UNના નેજા હેઠળ યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવવામાં ભારતે આગેવાની લીધી હતી. ભારતના આ પ્રસ્તાવ પર 175 દેશ સહમત થયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે યોગ દિવસની ઉજવણી માટે પીએમ મોદી યુએન સચિવાલયમાં હાજર રહે એ મહત્વનું રહેશે. ત્રણ દિવસીય પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી 21 જૂને જ ન્યૂયોર્કથી વોશિંગ્ટન જશે. તા . 21 જૂનની રાત્રે, વડાપ્રધાન મોદીને રાષ્ટ્રપતિ બાઇડન અને તેમની પત્ની જીલ દ્વારા તેમના નિવાસસ્થાને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તા 22 જૂને પીએમ મોદીના સ્વાગત માટે વ્હાઇટ હાઉસની બાજુમાં આવેલા પાર્ક સાઉથ લૉનમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઇવેન્ટ વ્હાઇટ હાઉસના સૌથી મોટા રિસેપ્શન્સમાંની એક હોવાની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ભાગ લેશે એવું માનવામાં આવી રહ્યું છે.
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી વિસ્તારના 1,500થી વધુ ભારતીય અમેરિકનો પીએમ મોદીને આવકારવા વોશિંગ્ટન આવવાની યોજના બનાવી રહ્યા છે. કેલિફોર્નિયા, ઇલિનોઇસ, ટેક્સાસ, જ્યોર્જિયા અને ફ્લોરિડા જેવાં રાજ્યોમાંથી 500થી વધુ ભારતીય અમેરિકનો આવી રહ્યા છે. સ્વાગત બાદ મોદી અને બાઇડન બંને સંબોધન કરશે. આ પછી ઓવલ ઓફિસમાં બંને નેતા વચ્ચે વન ટુ વન વાતચીત થશે. ત્યાર બાદ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થશે.
તા 22 જૂનની રાત્રે પીએમ મોદીના સન્માનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ગૃહની સામે સાઉથ લોન્સમાં એક ભવ્ય સ્ટેટ ડિનર યોજાશે. આ ડિનરમાં એવી હસ્તીઓ સામેલ થશે, જેઓ ભારત અને અમેરિકાના સંબંધોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું, “મને લાગે છે કે સ્ટેટ ડિનર ખરેખર ભારતમાંથી આવતા સમર્થકો સાથે યુએસ-ભારત સંબંધોની ઉજવણી હશે. લગભગ જ કોઈ દિવસ એવો જતો હશે જ્યારે મને લોકો આ સ્ટેટ ડિનરમાં સામેલ થવા માટે ટિકિટનું ના કહ્યું હોય.” મને ખાતરી છે કે એ એક ભવ્ય ઉજવણી હશે.”
આ સ્ટેટ ડિનર સમારંભ અંગે વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે પીએમ મોદીને અપીલ કરી શકે. પીએમ મોદીના સ્વાગત સમારોહમાં એટલા બધા લોકો આવી રહ્યા છે કે વોશિંગ્ટનની હોટલ ઓવરબુક થઈ ગઈ છે. 23 જૂને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પીએમ મોદી માટે લંચ આપશે. આ લંચ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ફોગી બોટમ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવશે. PM મોદી અમેરિકી સંસદને સંબોધન કરીને ઈતિહાસ રચશે એ ઍક અભૂત પુર્વ ધટના સાબીત થશે