Home Accident નર્મદાના માંડાણ ગામે સહેલગાવની મજા માણી પરત ફરતા 5 મિત્રોની બાઇકને કારે...

નર્મદાના માંડાણ ગામે સહેલગાવની મજા માણી પરત ફરતા 5 મિત્રોની બાઇકને કારે ટક્કર મારી…એકનું મોત, એક ઇજાગ્રસ્ત…

0

Published By : Parul Patel

  • નેત્રંગ નજીક નેકસોન કારે બાઇકને અડફેટે લેતા અંકલેશ્વરના આશાસ્પદ યુવાનનું મોત

અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામના આશાસ્પદ યુવાનનું નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર નેક્શોન કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના પીપરોડના મંદિર ફળિયામાં રહેતા ઘનશ્યામ મહેન્દ્ર વસાવા મિત્રો 20 વર્ષીય મનીષ મુકેશ વસાવા, જયેશ વિજય વસાવા સહીત પાંચ મિત્રો અલગ અલગ બાઈક લઇ નાંદોદ તાલુકાના માંડાણ ખાતે ફરવા ગયા હતા.

જેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન મનીષ વસાવાની બાઈક નંબર-જી.જે.૧૬.બી.પી.૮૩૨૭ને નેક્શોન ગાડી નંબર-જી.જે.૦૬.પી.એમ.૨૩૨૩ના ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પીપરોડ ગામના આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેઠેલ જયેશ વસાવાને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે સારવાર માટે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં કારના આગળના ભાગનો કૂચડો બોલી ગયો હતો. ઘટના બાદ કાર ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો. નેત્રંગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version