- બાળકી ચાલતાં પણ નહોતી શીખી ત્યારથી જ સાપ તેના માટે જીગરજાન મિત્રો છે..
- નાનકડી બાળકીનાં મિત્રો સાપ હોવાની અચરજ પમાડે તેવી વિગતો જાણવામળી છે.
- ગુજરાતનાં ગોંડલના તબીબની માત્ર આઠ વર્ષની દીકરી રમકડાં સાથે નહી પરતું પણ સાપ સાથે રમે છે.
જો ક્યાંય સાપ કે નાગ દેખાય તો ભલભલાને પરસેવો વળી જતો હોય છે, ત્યારે ગોંડલમાં રહેતા ડો.લક્ષિત સાવલિયાની માત્ર ૮ વર્ષની દીકરી સાપ સાથે રમે છે ક્રિષ્ટિના માત્ર 2 વર્ષની ઉંમરથી જ નાગ પકડી શકે છે અને રમકડાંની જેમ રમાડી શકે છે એમ તેના પિતાએ જણાવ્યુ હતું.તેમણે વધુમા જણાવ્યુ કે ક્રિષ્ટિનાને પશુ, પક્ષી અને પ્રાણી પ્રત્યે અલગ જ લાગણી અને પ્રેમ છે, ખાસ કરીને સાપ સાથે વિશેષ પ્રેમ છે. નાનપણથી જ સાપ સાથે રમવું અને કોઇ રહેણાંક વિસ્તારમાં જો સાપ કે નાગ દેખાય તો આરામથી રેસ્ક્યુ કરીને તેને કુદરતના ખોળે છોડી છે. ક્રિષ્ટિના 20થી વધારે સાપની પ્રજાતિને ઓળખી શકે છે. અત્યારસુધીમાં 100થી વધુ સાપને રેસ્ક્યુ કરી સલામત સ્થળે વિહરતા કરી દીધા છે. ક્રિષ્ટિનાના પિતાની ઈચ્છા છે કે દીકરી હેર્પેટોલોજિસ્ટ એટલે કે સરીશ્રુપ તજજ્ઞ બને અને કેરિયર બનાવે.. તે નાનપણથી જ બિનઝેરી સાપ સાથે રમે છે.
દીકરી હજુ ચાલતા પણ નહોતી શીખી ત્યારથી જાણે કે સેલવાળું રમકડુ હોય તે રીતે સાપ સાથે રમતી. જો કે તેને અજાણ્યા કોઇ પણ સાપ કે નાગ પકડવાની મેં સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. હું સાથે હોઉં તો જ તેને સાપને કે નાગને અડવાની છૂટ મેં આપી છે. તે અનેક પ્રજાતિ ઓળખી શકે છે. રેસ્ક્યુ કરવા પણ જાય છે. તે સાપ પકડી લોકોને ભયમુક્ત કરી દે છે. એમ બાળકીનાં પિતા લક્ષિત સાવલિયાએ જણાવ્યુ હતુ.