ઇન્ટરનેટ પર હાલ વાયરલ વિડિયોનો ટ્રેન્ડ વધી ગયો છે. હાલ લોકો અનેક અવાનવા વિડિયો શેર કરીને લોકોને આકર્ષી લેતા હોય છે. તેમજ દિવસે પ્રાણીઓના અનેક વીડિયો અપલોડ કરવામાં આવે છે. અનેક વિડિયોને જોઇને લોકોનું મન પ્રફુલિત થઇ જતું હોય છે ત્યારે આ વીડિયોને જોઈને વિશ્વાસ આવી જશે કે પ્રાણીઓના કેટલાક કરતુત અને એક્ટિવિટી માણસો જેવી જ હોય છે.
તેવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ક્યૂટ પ્રાણી નાના બાળકોની લપસણી ખાતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક રીંછને લપસણી ખાતું બતાવવામાં આવ્યું છે.
ટ્વીટર પર શેર કરાયેલ આ વીડિયોમાં તમે એક કાળા રીંછને એક લપસણી પર ચડતો જોઈ શકો છો. આ રીંછ ધીરે ધીરે આ લપસણીથી નીચે આવતું જોવા મળી રહ્યું છે.અને લપસણી પર રમત કરતું જોઈ શકાય છે. રીંછને આ રીતે રમતા જોઈને યુઝર્સના ચહેરા પર એક મોટું સ્મીત આવી જાય છે.
આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા ટ્વીટર પર @buitengebieden નામના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.