Published By:-Bhavika Sasiya
ફ્લાઇટમાં નારિયેળ લઇ જવા અંગે મનાઈ છે. મુસાફરો માટે ખાવા-પીવાની વસ્તુઓ ફ્લાઇટમાં લઇ જવા અંગે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે ફળ અને ફૂલને લઈને પણ આવા જ નિયમો છે. હવાઈ મુસાફરીમાં નારિયેળ લઈ જવાની મનાઈ શા માટે છે તે અંગે જોતા. સૂકું નાળિયેર જ્વલનશીલ પદાર્થમાં ગણાય છે. મુસાફરો ફ્લાઇટમાં સૂકું અથવા આખું નાળિયેર લઈ શકતા નથી. કોઈપણ જ્વલનશીલ સામગ્રી ફ્લાઇટમાં લઈ જઈ જવાની પરવાનગી ન હોવાથી નારિયેળને પણ આ નિયમ લાગુ પડે છે.

આ સિવાય જ્વલનશીલ પદાર્થોની યાદીમાં તમાકુ, ગાંજા, હેરોઈન અને આલ્કોહોલને ફ્લાઈટમાં લઈ જવા પર પણ પ્રતિબંધ છે. હવાઈ મુસાફરી દરમિયાન સ્પ્રે અને સ્ટિક જેવી વસ્તુઓ લઈ જવાની પરવાનગી નથી. નાના સાધનોમાં રેઝર, બ્લેડ, નેઇલ કટર અને નેઇલ ફાઇલર પણ ચેક ઇન દરમિયાન બહાર કરી દેવામાં આવે છે..