Home International નાસાના ઓરિયન અવકાશયાને ચંદ્રના 4 પ્રદેશોના સ્પષ્ટ ફોટા લીધા…

નાસાના ઓરિયન અવકાશયાને ચંદ્રના 4 પ્રદેશોના સ્પષ્ટ ફોટા લીધા…

0

નાસાના ઓરિયન અવકાશયાનએ ચંદ્રની સૌથી નજીકની તસવીરો લીધી છે. તેને તાજેતરમાં નાસા દ્વારા તેના સૌથી શક્તિશાળી રોકેટ ‘સ્પેસ લોંચ સિસ્ટમ’ દ્વારા ચંદ્રની પરિક્રમા માટે મોકલવામાં આવ્યું છે. તે આર્ટેમિસ-1 મિશનનો એક ભાગ છે. જે નાસાના માનવસહિત ચંદ્ર મિશન ‘આર્ટેમિસ’નો પ્રથમ તબક્કો છે.

ચંદ્રનો ફોટો ઓરિઅનની ઓપ્ટિકલ નેવિગેશન સિસ્ટમ દ્વારા લેવામાં આવ્યો હતો. નાસાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, આ સિસ્ટમ અલગ-અલગ અંતર અને સ્થાનો પરથી પૃથ્વી અને ચંદ્રની તસવીરો કેપ્ચર કરે છે. આ રંગીન નથી, પરંતુ કાળા અને સફેદ છે. પોસ્ટમાં ચંદ્રના 4 પ્રદેશોના ફોટો શેર કરવામાં આવ્યા છે. 1975માં એપોલો મિશનના અંત પછી લીધેલા ચંદ્રના આ સૌથી નજીકના ફોટા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 50 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે સ્પેસ કેપ્સ્યુલ ચંદ્રની પરિક્રમા કરી રહી છે. હાલમાં તેમાં કોઈ અવકાશયાત્રી મોકલવામાં આવ્યા નથી. આ મિશન 25 દિવસ, 11 કલાક અને 36 મિનિટનું છે, જે પછી તે 11 ડિસેમ્બરે પેસિફિક મહાસાગરમાં નીચે જશે. અવકાશયાન કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરનું અંતર કાપશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version