અંકલેશ્વર નેશનલ હાઇવે 48 નજીક ખરોડ ગામે બની રહેલો ફલાયઓવર મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચે ફરી દેશની ધોરી નસ માટે અવરોધ રૂપ બન્યો છે. એક તરફ ખરોડ ફ્લાય ઓવરની ચાલતી કામગીરીના પગલે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા સુરતથી અંકલેશ્વર તરફની લેન ઉપર હજારો વાહનોની ગતિ ઉપર બ્રેક લાગી જવા સાથે લાંબી કતારો ખડકાઈ ગઈ છે. હજારો વાહન ચાલકોને કલાકો સુધી બુધવારે ટ્રાફિકજામમાં ફસાયેલા રહેવું પડતા વિવિધ ઉધોગો અને લોકોના હજારો માનવ કલાકો વેડફાયા હતા. સાથે જ લાખોના ઇંધણનો પણ ધુમાડો થયો હતો.