Published by : Rana Kajal
ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. તેની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 10 મેચમાંથી માત્ર એક જ વનડે મેચ જીતી શકી છે. ટીમ ઈન્ડિયા 6 મેચમાં હાર મળી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડેમાં શુભમન ગીલે સદી ફટકારી છે. આ સાથે જ તેણે વનડેમાં સતત બીજી સદી ફટકારી છે. આ અગાઉ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં 116 રનની ઈંનિગ રમી હતી. શ્રીલંકા બાદ ગિલે હવે કીવી ટીમ સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારી છે. ઓપનર શુભમન ગીલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. શુભમન ગીલે 53 બોલમાં જ ફિફ્ટી પુરી કરી હતી. ગીલની વનડેમાં છઠ્ઠી ફિફ્ટી છે.