Published by : Vanshika Gor
પંચમહાલ જિલ્લાના નસીરપુરના 66 વર્ષીય વાલાભાઈ ગઢવી ઉલ્ટા પગે ચાલીને દ્વારકાધિશના દર્શનાર્થે નીકળ્યા છે. ત્યાંથી તેઓ આજ રીતે સોમનાથ જશે. દ્વારકા જતી વખતે જામનગર ચારણ સમાજ દ્વારા જામનગરના ખીજડીયા પાટીયા પાસે વાલાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સમયે તેમણે જણાવ્યું હતું કે, દ્વારકાધિશનો આદેશ આવ્યોને હું નીકળ્યો છું. દેશની જનતા રોગમુક્ત રહે અને સૌ કોઇ સ્વસ્થ રહે એ હેતુથી હું ઉલ્ટા પગે ચાલીને દ્વારકા જઇ રહ્યો છું.
દ્વારકામાં ધ્વજા આરોહણ કર્યા બાદ ઉલ્ટા પગે ચાલીને સોમનાથ જશે અને મહાદેવના દર્શન કરશે. તેમણે મહાશિવરાત્રીના દિવસે પોતાની આ યાત્રાની શરૂઆત કરી હતી. કુલ 900 કિ.મી.ની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ કરી રહ્યાં છે.
વાલાભાઈ ગઢવીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 24 દિવસથી ઉલટા પગે ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેમને થાક લાગતો નથી. તેમ જ શરીરમાં કોઈ પણ જાતની નબળાઈ પણ આવતી નથી. તેઓ વહેલી સવારે જ ચાલવાનું શરૂ કરે છે. કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા છે, તો લંપીવાયરસથી અનેક અબોલ ગાયુના મોતની નિપજ્યા છે. કોરોનાના મૃતક અને લંપી વાયરસના મૃતકના આત્માને શાંતિ મળે તે માટે વાલાભાઈ ગઢવી નિસ્વાર્થ ભાવે પદયાત્રા કરી રહ્યા છે.
66 વર્ષે વાલાભાઈ ગઢવી ઉલ્ટા પગે ચાલીને અત્યાર સુધીમાં 400 km જેટલું અંતર પણ કાપી ચૂક્યા છે. ગોધરાના પંચમહાલથી દ્વારકા અને ત્યારબાદ સોમનાથ એમ કુલ 900 કિલોમીટરની લાંબી પદયાત્રા ઉલટા પગે ચાલીને વાલાભાઈ ગઢવી કરી રહ્યા છે. આજરોજ તેઓ જામનગર આવતા જામનગરના ખીજડીયા પાટીયા પાસે ગઢવી સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.