Published by : Rana Kajal
પ્રસુતિ પછી પત્નીનું વજન વધી જતાં પતિ પોતાની પત્નીને જાડી… જાડી કહીને ચિઢવતો હતો.. તેમજ અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત થઈ રહયો હતો.. તેવામાં પતિએ પત્નીને છૂટા છેડા આપવાની ધમકી આપતા પત્નીએ 181 અભયમનો સંપર્ક કરતા અભયમે પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.. નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે બનેલ આ સમાજિક ઘટના ની વિગત જોતા પ્રસુતિ બાદ પત્નીનું વજન વધવા માંડ્યું હતું જે પતિને ન ગમતા પતિ પોતાની પત્નીને જાડી.. જાડી કહીને ચીઢવતો હતો… પતિ પોતે ઍક શિક્ષક હોવા છતા અને આઠ વર્ષના દીકરાના પિતા હોવા છતા આમ બેહુદુ વર્તન કરતા હતા… તેમજ પતિ પત્નીના સ્થાને અન્ય સ્ત્રી તરફ વધું આકર્ષિત થતો હતો .. આવી પરિસ્થિતીમાં પતિએ પત્નીને છુટા-છેડા આપવાની ધમકી આપવાની શરૂઆત કરતા તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતા પત્નીએ છેવટે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. છેવટે અભયમે પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.