Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપહેલી વાર પાકિસ્તાનીઓ પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ ઝડપાયા...

પહેલી વાર પાકિસ્તાનીઓ પાસેથી કરોડોના ડ્રગ્સ સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ ઝડપાયા…

Published by : Rana Kajal

  • ઓખાના દરિયામાંથી 300 કરોડનું 40 કિલો હેરોઈન ઝડપાયું…10 પાકિસ્તાનીઓની ધરપકડ…

 ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયા છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ પકડાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. દ્વારકાના દરિયામાંથી આશરે 300 કરોડની કિંમતના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વખતે પણ હથિયારો અને હેરોઈનની હેરાફેરીને રોકવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પુછપરછ શરૂ કરાઈ છે. તેમની પાસેથી પિસ્ટલ કારતૂસ મળ્યા હોવાની પણ વિગતો મળી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!