Published by : Rana Kajal
- SCએ ઈમરાનની લોન્ગ માર્ચને રોકવાનો ઇનકાર કર્યો…
પાકિસ્તાનની સરકાર ખુબ મોટા રાજકીય સંકટમાં મુકાઇ ગઇ છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન લોન્ગ માર્ચ કરવા જઈ રહ્યા છે. લાહોરથી ઈસ્લામાબાદ સુધીની આ માર્ચમાં ઈમરાને જેહાદ જાહેર કરી છે. શાહબાઝ શરીફ આને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ જણાવ્યુ હતું કે અમે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે-એ-ઈન્સાફ (PTI) વિરુદ્ધ ન તો કોઈ નોટિસ જાહેર કરીશું અને ન તો તેમની શાંતિપૂર્ણ લોન્ગ માર્ચને રોકીશુ. સરકારને જે સમસ્યા છે એ આ બાબતે ઈમરાન ખાન સાથે ચર્ચા કરે. એવી સલાહ આપી હતી. જૉકે ઈમરાને કહ્યું હતુ કે હું આ ભ્રષ્ટ સરકાર સામે જેહાદ કરવા જઈ રહ્યો છુ. જેમાં દેશે સાથ આપવો જોઈએ.સાથે જ ઇમરાને જણાવ્યુ કે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી લોન્ગ માર્ચ લાહોરથી શરૂ થઈ રહી છે. જે ઈસ્લામાબાદ સુધી જશે. માંગ ઍવી કરવામાં આવી છે કે પાકિસ્તાનમાં તરત જ સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવે. જ્યાં સુધી આ માંગ પૂરી ન થાય ત્યાં સુધી ઈસ્લામાબાદ છોડીશું નહીં. આ રાજકારણ નથી, પરંતુ જેહાદ છે અને આ જ નક્કી કરશે કે પાકિસ્તાન હવે કઈ દિશામાં જશે. ચોરોના શાસનને સહન કરી શકતા નથી, આ નિર્ણયનો સમય છે. એમ પણ ઈમરાન ખાને જણાવ્યું હતુ…