Published by : Rana Kajal
બીએસપીના પૂર્વ મંત્રી યાકુબ કુરૈશી અને તેમના પુત્રની મેરઠ પોલીસે ધરપકડ કરી છે. યાકુબ કુરૈશી અને તેનો પરિવાર છેલ્લા 9 મહિનાથી ગેરકાયદે મીટ પ્લાન્ટની કામગીરીમાં ફરાર હતો. જે બાદ હવે 50,000ના ઈનામી યાકુબ અને તેના પુત્ર ઈમરાનની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
31 માર્ચ 2021 ના રોજ પોલીસે યાકુબ કુરૈશીની ફેક્ટરી અલ્પાઈન મીટેક્સ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડો પાડ્યો હતો અને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અલ ફહીમ મીટેક્સ પ્રાઈવેટ લિમિટેડમાં મીટ પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. ખરાબ મીટ પેક કરીને વિદેશ મોકલવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાંથી કરોડોનું મીટ જપ્ત કર્યું હતું. જે બાદ યાકુબ કુરૈશી અને તેના પરિવાર સહિત 14 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તે જ સમયે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે યાકુબ અને પરિવાર ફરાર થઈ ગયો હતો.