Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchબિપરજોય વાવાઝોડાની આફ્ટર ઈફેક્ટ...

બિપરજોય વાવાઝોડાની આફ્ટર ઈફેક્ટ…

Published By : Patel Shital

  • ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપથી પવન ફૂંકાયો…

બિપરજોય વાવાઝોડાની આફટર ઈફેક્ટ ભરૂચ જિલ્લામા જણાઈ હતી. દિવસ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. તીવ્ર પવનની અસર જાહેર જીવન પર પડી હોય તેમ આજે દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં રોજ અવરજવર ખુબ ઓછી જણાઈ હતી.

બિપરજોય વાવાઝોડા બાદ ભરૂચ જિલ્લામા તીવ્ર પવને વાવાઝોડા સમાન વાતવરણ ઉભુ કર્યુ હતું. મુખ્ય માર્ગ પર આવેલા વૃક્ષો ઝાડ નમી પડતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યાં અનુસાર જિલ્લામાં અનિચ્છનીય બનાવ બન્યો ન હતો તે સાથે જિલ્લાનાં નગરો કરતા ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ દરિયા કિનારાના ગામોમાં વધુ તીવ્ર ગતિથી  પવન ફુંકાયો હતો. આવા વાતાવરણમાં વીજ પુરવઠો ડૂલ થવાની ધટના પણ વારંવાર સર્જાઈ હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security