Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeબે ગ્રહણ કે જે દેશમાં દેખાશે નહીં પરંતુ અસર તમામને કરશે…

બે ગ્રહણ કે જે દેશમાં દેખાશે નહીં પરંતુ અસર તમામને કરશે…

Published by : Rana Kajal

ભારત દેશમાં આ પખવાડિયામાં થનાર બન્ને ગ્રહણ દેખાશે નહી પરંતું અસર તમામને કરશે. સૌપ્રથમ આજે તા 20 એપ્રિલ 2023 ને ગુરુવારે ખગ્રાસ સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં થઈ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી, માટે પાળવાનું નથી. તેમજ એના પછી બુદ્ધ પૂર્ણિમા, તા 5 મે, 2023 ને શુક્રવારે તુલા રાશિને સ્વાતિ નક્ષત્રમાં છાયા ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી. તેથી પાળવાનું રહેતું નથી. 22 એપ્રિલે ગુરુ મેષ રાશિમાં પ્રવેશતા જ ચાંડાલ યોગ શરૂ થશે અને એ જ પખવાડિયામાં થતાં બે ગ્રહણ આગામી સમયને વિશેષ સમજવા જેવો બનાવી રહ્યા છે. વળી સૂર્યગ્રહણ મેષમાં જ્યાં સૂર્ય ઉચ્ચનો છે ત્યાં બને છે સૂર્ય રાહુ સાથે આવવાથી આ ગ્રહણ થાય છે જેમાં બે દેશ વચ્ચે વધુ અંટસ પડતી જોવા મળે અને સેનાની કાર્યવાહીઓ તેજ થતી જણાય રાશિ મુજબ ગ્રહણની અસર જોતા

મેષ (અ. લ. ઈ) : સામાજિક અને જાહેરજીવનમાં અંતરાયો આવતા રહે, કેટલાંક કાર્યમાં વિલંબ થાય અને ધાર્યાં કામ પાર ન પડે, સમય મધ્યમ રહે.

વૃષભ (બ.વ.ઉ) : આ સમયમાં ખર્ચનું પ્રમાણ વધતું જોવા મળે, હિતશત્રુઓ તમારી પ્રતિભાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરે. આ માટે દરરોજ સવારે ધ્યાન કરવાથી લાભ થાય.

મિથુન (ક. છ. ઘ) : લાગણીમાં આવી નિર્ણયો કરશો તો પ્રશ્ન ઉપસ્થિત થતા રહેશે, વધુ પડતા વિશ્વાસે ન ચાલવા સલાહ છે, કેટલીક રુકાવટો આવી શકે છે.

કર્ક (ડ,. હ) : નોકરિયાત વર્ગને થોડી પરેશાનીઓનો અનુભવ થાય, વિદેશગમન ઇચ્છતા મિત્રોને સફળતાની શરૂઆત થાય.

સિંહ (મ. ટ) : ભાગ્યનાં દ્વાર ખોલવા માટે આ ગ્રહણના પખવાડિયામાં સૂર્યપૂજા તમારા માટે મહત્ત્વની બની રહેશે, બહુ ઉતાવળે નિર્ણય ન કરવા સલાહ છે.

કન્યા (પ. ઠ. ણ ) : આર્થિક બાબતોમાં સમજીને નિર્ણય લેવા જેવો સમય છે, આવનાર નવા સમય માટે યોજના બનાવો અને તૈયાર રહો.

તુલા (ર. ત) : તમારા વ્યક્તિત્વમાં મહત્ત્વના સુધારા નોંધી શકશો, તમારા વ્યવહારમાં પણ પરિવર્તન જોવા મળશે દાંપત્યજીવનમાં સંભાળીને ચાલવું પડે, જાહેરજીવન મધ્યમ રહે.

વૃશ્ચિક (ન. ય) : શત્રુ પર વિજય મેળવી શકશો, કોર્ટ-કચેરીમાં પ્રશ્નો હશે તો તમારી તરફેણ થઇ શકે છે, તેમજ બિનજરૂરી લોન ન લેવા સલાહ છે અને લાઈફસ્ટાઈલમાં મહત્વના સુધારા કરવા જરૂરી બનશે.

ધન (ધ. ભ. ફ. ઢ) : પ્રણયમાર્ગે આગળ વધી શકશો, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય,તમારે જીવનમાં એક નવી ઊર્જાની જરૂર પડશે જે મિત્રોથી પ્રાપ્ત કરી શકશો.

મકર (ખ. જ) : આ સમયમાં પ્રોપર્ટી કે વિલ વારસા બાબતે કોઈ ઉતાવળિયા નિર્ણય ન લેવા સલાહ છે. મે માસના પ્રથમ સપ્તાહ પછી જરૂરી મહત્વના નિર્ણય લઈ શકો.

કુંભ (ગ. સ. શ) : મુસાફરીના યોગ બનતા જોવા મળશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને પણ સારા સમાચાર પ્રાપ્ત થાય. પોતાના વ્યવસાયમાં કૈંક નવું કરવા ઇચ્છતા હો તો મે માસથી સારો સમય ગણી શકશો.

મીન (દ. ચ. ઝ. થ) : આ સમયમાં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવી પડશે, યોગ્ય પ્રતિભા કેળવવાનો સમય પાકી ગયો છે, સમય સાથ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!