Home Bharuch બે બાજુ પોલીસ પોઇન્ટ, બેરીકેટ અને પ્રતિબંધ છતાં પણ નર્મદા મૈયા બ્રિજ...

બે બાજુ પોલીસ પોઇન્ટ, બેરીકેટ અને પ્રતિબંધ છતાં પણ નર્મદા મૈયા બ્રિજ પરથી દોડી ખાનગી બસ…

0

Published By : Patel Shital

  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાની ઐસી તૈસી કરી પુરપાટ દોડી ટ્રાવેલર્સ…
  • માત્ર ST બસને જ બ્રિજ પરથી પરિવહનની પરવાનગી અપાઈ છે ?

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બન્ને છેડે પોલીસ પહેરો, પોઇન્ટ, બેરીકેટેડ અને CCTV વચ્ચે પાબંદી હોવા છતાં સડસડાટ દોડતી ખાનગી બસનો વિડીયો સામે આવ્યો છે.

ગોલ્ડન બ્રિજને સમાંતર 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોના વધતા પ્રમાણ અને સિટીમાં ટ્રાફિકની વિકરાળ બનનાર સમસ્યાને ધ્યાને લઇ ભારદારી વાહનોને પહેલાથી જ નો-એન્ટ્રી હતી.

બ્રિજ પરથી લોકો અને વાહનચાલકોની સુરક્ષા સલામતીના માપદંડોને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટુ, થ્રિ અને ફોર વ્હીલરને જ મંજૂરી હતી. જો કે બાદમાં બ્રિજ અને ટ્વિન સિટીનો હેતુ સાથે સરકારી ST તંત્રને ટોલટેક્ષના મારથી બચાવવા હાલમાં જ ST ને છૂટ અપાઈ છે.

ભારે વાહનોને મંજૂરી નહિ હોવા છતાં આજે શુક્રવારે નર્મદા મૈયા બ્રિજ પરથી એક ટેમ્પો ટ્રાવેલર્સ પુરપાટ ઝડપે બેરોકટોક રમરમાટ પસાર થતી જોવા મળી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version