બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકોએ અનેક સમસ્યાઓ સર્જી છે બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકોમાં 92 ટકા લોકો મુસ્લિમ દેશોમાંથી આવતા હોવાનુ જણાયું છે. સાથે જ એમ પણ જણાયુ છે કે છેલ્લા 5 વર્ષોમાં 28 ટકા જેટલા રમખાણો બ્રિટનમાં વધ્યા છે આ રમખાણોનુ મુખ્ય કારણ બ્રિટનમાં ઘૂસી આવતાં ગેરકાયદેસર લોકો હોવાનુ મનાઈ રહ્યું છે. બ્રિટનનાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર આવતાં લોકો બ્રિટનમાં અસંતુલન સર્જી શકે છે. સાથેજ તેમણે બ્રિટનના બામિઘમ, સ્મેડેક, અને લેસ્ટરમાં થયેલ રમખાણોમાં બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા લોકોનો હાથ હોવાનું જણાવ્યુ હતુ. બ્રિટનમાં જવા માટે લોકો ગેરકાયદેસરનો માર્ગ અપનાવી રહયા છે ત્યારે બ્રિટનની સરકાર આ બાબતે ખુબ ચિંતિત છે વર્ષ 2022માં બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યા અત્યાર સુધી 33 હજાર કરતા વધુ હોવાનુ પણ જણાઈ રહ્યું છે ત્યારે બ્રિટનમાં આ બાબત ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકો અસંતુલન સર્જી શકે છે એમ પણ કહેવાય રહ્યું છે.
બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકોએ સમસ્યાઓ સર્જી…
RELATED ARTICLES