Home Bharuch એમિટી સ્કૂલમાં સ્ટોરી રાઇટિંગ વર્કશોપનો શુભારંભ…

એમિટી સ્કૂલમાં સ્ટોરી રાઇટિંગ વર્કશોપનો શુભારંભ…

0

બ્લોગ: ઋષિ દવે

Published By : Parul Patel

નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર વિદ્યાર્થી કાળમાં માંડ દસ કે બાર દિવસ સ્કૂલ ગયા હતા. એમના પિતા દેવેન્દ્રનાથે એમને કહ્યું હતું કે, સ્કૂલ જવું ના હોય તો ચાલ મારી સાથે હિમાલય ખૂંદવા. રવીન્દ્રનાથ તૈયાર થયો. ત્યાંથી પાછા આવીને એણે કવિતા લખી. ત્યારે એની ઉમર બાર વર્ષની હતી. એ સાઈઠ વર્ષના થયા ત્યારે ચિત્રકામ શીખવાનું મન થયું. સંગીત શીખ્યા. નૃત્ય શીખ્યા. નાટક લખ્યા, એમાં અભિનય પણ કરતા. બહુમુખી પ્રતિભા ધરાવતા રવીન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં *ગીતાજંલી* લખ્યું, જેને નોબેલ પારિતોષિક મળ્યું હતું. એમનો નોકર એમને રોજ વાર્તા કહેતો. એ બારી પાસે બેસતા. બારી બહાર તળાવ, તેની આસપાસ સ્ત્રી વર્ગ કામ કરતી, ગપ્પા મારતી, એ બધું રવીન્દ્રનાથ જોતા. નોકર, એક જંગલમાં બ્રહ્મમ રાક્ષસ રહેતો, એ બધાને ડરાવતો એવી વાર્તા કહેતો એ સાંભળીને એમના અર્ધજાગૃત મનમાં આ બધા દ્રશ્યો ઝીલાતા, જેમાંથી કવિતા અને વાર્તા લખતા થયા એમ કહેવાય છે. Poets are Born – કવિઓ જન્મજાત હોય છે.

પ્રજાસતાક દિવસની ઉજવણી વિષે તમને લખવાનું કહેવામાં આવે. તમેં જે લખો એને રિપોર્ટ કહેવાય. કારણ 26મી જાન્યુઆરીએ તમારી સ્કૂલમાં ઘ્વજ વંદનનો કાર્યક્રમ થયો એ વિષે તમારે લખવાનું હતું. કોના વરદ હસ્તે ઘ્વજ ફરકાવામાં આવ્યો, સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઇ તેના વિષે તમે લખશો. આમાં ક્યાંય તમારે કલ્પનાશક્તિનો (ઈમેજીનેશન પાવર) ઉપયોગ કરવાનો નથી હોતો. જે જોયું તેને શબ્દોમાં લખવાનું. વાર્તા લખવા માટે કઈ સામગ્રી જોઈએ ? સૌથી પહેલા પ્લોટ, ઘટના, બીજું ભાષા, એમ કહેવાય છે કે તમને સપના જે ભાષામાં આવે છે એ ભાષા તમારી માતૃભાષા છે અને તમે વાર્તા લખશો તો અસરકારક લખી શકશો. ત્રીજું વાતાવરણ વાર્તા ક્યાં કાળ, સમયની છે. ચોથું પાત્રો, કેરેક્ટર. કૅરૅક્ટરમાં માણસો, હુમન બીઈંગ ઉપરાંત પશુ, પક્ષી, નદી, પહાડ, ટેકરી, મકાન, માઈક, વોટરબોટલ, દફતર, વોશિંગ મશીન વિગેરે ઇત્યાદિ આવી શકે. વાર્તામાં જીવિત વ્યક્તિઓ બોલે એ તો સમજાય પણ નિર્જીવ વસ્તુઓ પણ બોલતી વર્ણવી શકાય. વાર્તાની સામગ્રીને ક્રમશ: ગોઠવવા (સિકવેન્સ) મથામણ કરવી પડે છે. એવું પણ નથી આ ક્રમ એક, બે, ત્રણ, ચાર રાખવો. વાર્તામાં જન્મથી માંડીને મૃત્યુ સુધીનો ક્રમ રાખવાનો ના હોય. વાર્તાનો નાયક અભ્યાસ કરીને નોકરી કરે છે, મોટો બિઝનેસ કરે છે, અથવા પારિવારિક પ્રસંગથી વાર્તા શરુ કરી શકાય. આ માટે તમારો ઓબ્ઝર્વેશન પાવર વિકસાવવો, નિરીક્ષણ, નાની વાતોને કેવી રીતે વર્ણવી શકાય. રોજબરોજના જીવનમાંથી વાર્તા મળે છે. વાર્તામાંથી સંદેશ મળે એ આવકાર્ય, ફરજીયાત નથી. વાર્તાનો અંત ચોટદાર હોવો જોઈએ. વાર્તાનો છેલ્લો સંવાદ, એક-બે લીટી વાચકને હચમચાવી નાખે. હૃદયના તાર ઝંકૃત કરી દે તો વાર્તા યાદગાર બનશે.

શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચના પૂર્વ એસોસિએટ  પ્રોફેસર, પ્રખર વક્તા અને લેખિકા ડો. મીનલ  દવેએ ટૂંકી વાર્તા (સૉર્ટ સ્ટોરી) કેવી રીતે લખવી એની સમજ એમની આગવી શૈલીમાં 180 મિનિટમાં આપી.  વિદ્યાર્થીઓ વાતાનુકુલિત સેમિનાર હોલમાં પાથરણા પર પલાંઠી વાળીને બેઠા હતા. મિનલબહેનને મંત્રમુગ્ધ બની સાંભળતા સાંભળતા એમના ખોળામાં રાખેલા કલીપ બોર્ડમાં રાખેલા કાગળમાં સ્ટોરી રાઇટિંગના પોઈન્ટ્સ લખતા હતા. 180 મિનિટના વર્કશોપમાં મિનલબહેને ચાર વાર્તા કહી. જેના પ્લોટ આ પ્રમાણે હતા.

પહેલી વાર્તા : એક છોકરો એક પીકનીક પર જાય છે, ગાર્ડનમાં એક વૃદ્ધ ભિખારી મળે છે. છોકરો એની પાસેનો નાસ્તો, કોફી, પાણી એને આપી દે છે.  ભિખારી આભાર માની એના ગાલ પર પપ્પી કરે છે. છોકરો ઘરે આવે છે મમ્મી પૂછે છે, “કેવી રહી પીકનીક ?”  છોકરો કહે છે, गार्डन में मुझे भगवान् मिले थे, उनको इतनी भूख लगी थी. मेने उनको प्रसाद चढ़ाया, वो इतने खुश हुवे की उन्होंने मेरे गाल पर पप्पी दी. વૃદ્ધ ભિખારી રેલવે ફાટક નીચે રહેતો હોય છે, એ રાતે ત્યાં પહોંચે છે, બીજા ભિખારી એને જોઈને પૂછે છે, “આજે તું કેમ ખુશ દેખાય છે ?”, વૃદ્ધ ભિખારી કહે છે, “मुझे आज भगवान् मिले थे ! बहोत छोटे थे ! मुझे पेट भरके खाना खिलाया ! मुझे आज समज में आया भगवान् कैसे होते हे और किस स्वरुपमे प्रगट होते हे.    

બીજી વાર્તા :  તોફાની છોકરો, ચાલુ વર્ગમાં આગળની બેન્ચ પર બેઠેલી છોકરીના વાળ કાપી નાખે, કોઈના શર્ટ પર ચીરરામણ કરે, બધાજ  પ્રાધ્યાપકો એનાથી ત્રાસી ગયેલા. એ છોકરાના વર્ગમાં મિનલબેન નો પિરિયડ. બહેને બધાને કહું, “તમારો અભ્યાસનો છેલ્લો દિવસ છે. કાલથી તમારા જીવનમાં શું પરિવર્તન આવશે એ  વિષે તમારા મનમાં જે આવે એ લખો. બધા છોકરાઓ લખવા માંડ્યા. થોડીવારમાં પેલો તોફાની છોકરાએ આંગળી ઊંચી કરી, મને કહે મેડમ, લખી નાખ્યું, મેં કહ્યું, “આટલી વારમાં, કોનામાંથી કોપી કરી ? સાચ્ચુ કહેજે.”  છોકરો કહે, “મેડમ, બાય સ્વેર, મેં જાતેજ લખ્યું છે.”

મેં એને લખેલો કાગળ લીધો અને વાંચ્યો. જેમ જેમ વાંચતી ગઈ, એ છોકરા વિશેની મારી બધી જ ધારણા ભસ્મીભૂત થઇ ગઈ. એની ક્રિએટિવિટી સુપર્બ હતી. એણે કાવ્ય સ્વરૂપે લખ્યું હતું જે આજ સુધી હું ભૂલી નથી –

હાશ !

બાર દિવસ પછી બારીઓ ખુલી,

ઓહો ! ક્લાસ ભર્યો ભર્યો દેખાય છે.

વર્ષ પૂરું થયું લાગે છે.

ખબર નહિ આમાંથી કેટલા રહેશે, અને કેટલા જતા રહેશે.

કેટલાક ડોક્ટર, એન્જીનીયર બનશે

આવતા વર્ષે નવા છોકરાઓ આવશે.

વર્ગખંડની બારીમાંથી દૂર એક વૃક્ષ હતું એ આ વર્ગ ખંડને જોઈને શું વિચારી શકે એની કલ્પના તોફાની છોકરાએ કવિતામાં કંડારવાનો પ્રયત્ન કરેલો,

ત્રીજી વાર્તા : “પતંગ” અને ચોથી વાર્તા : “મધર્સ બર્થડે” વિષે એમિટી સ્કૂલના વિદ્યાર્થીઓને અથવા શિક્ષકોનો સંપર્ક કરીને પૂછી લેશો જેથી કે આપની ઉત્સુકતાનો અંત આવે અને એક નવી ઓળખાણ થયાનો આનંદ આવશે*. *એમિટી સ્કૂલના બીજા વાર્તા લેખન વર્કશોપમાં ફરી મળીશું. આપના મનમાં કોઈ વાર્તા આકાર પામતી હોય તો જરૂર સંપર્ક કરશો, હેપ્પી નવરાત્રી.*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version