Published By : Parul Patel
- ✍️ ભરૂચના વિકાસ માટે પ્રજાએ/પત્રકારોએ ન્યાય માંગવા દિલ્હી અમિતભાઇ શાહ અને મોદી સાહેબ પાસે સીધા જ જવું પડશે??
- ✍️ નાતો સ્થાનિક નેતાઓ, ના અધિકારીઓ, ના ગાંધીનગર, શહેર-જિલ્લાને ન્યાય આપે છે, ના વિકાસ આપે છે…
- ✍️ નવું ભરૂચ બનતા ઝાડેશ્વર-તવરા રોડના વિકાસ પૂર્વે સંપૂર્ણ વિનાશ?? એમાં પણ રાજકારણ?? પ્રજા વિફરશે તો લોકસભામાં ફીણ પડાવશે??
ભરૂચના વિકાસનો પર્યાય બની રહેલું તવરા-ઝાડેશ્વર રોડ પરના કલ્પના બહારના અદ્યતન અને આધુનિક બિલ્ડીંગઓની એક પછી એક સફળ સ્કીમો આવી રહી છે…ઝાડેશ્વર ચોકડીથી તવરા જતા પેહલા જમણી સાઈડ ડેવલોપ થઈ અને 3-4 સ્કીમો, ઝૂલેલાલ મંદિર પછી આર.કે કાઉન્ટીની અપ્રતિમ સફળતાએ આ રોડને સોનાની લગડીમાં ફેરવી દીધો. અત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીમાં ડાબી બાજુએ 19 જ્યારે રિટર્નમાં 09 જેટલી જુદી જુદી બિલ્ડીંગો બની રહી છે. એક કાચા હિસાબે અહીંયા 8 થી 10 હજાર રહેણાંક માટેના મકાનો 1 to 3-4 BHK ફ્લેટ, 1000 એક નાની મોટી દુકાનો, અસંખ્ય નાના મોટા મોલ, ઓફિસો આવી રહી છે, બની રહી છે. 9 થી 11 સ્કીમો વિવિધ એમિનિટીસ સાથેની આકાર લઈ રહી છે…તો સુરતના કાઠિયાવાડી બિલ્ડરોનું પણ આ પટ્ટી આકર્ષણનું કેન્દ્ર બની છે. ટૂંકમાં આ એક ત્રીજું નવું ભરૂચ બની રહ્યું છે, જેમાં ટેકરી વાળા તૂટ્યા ફૂટ્યા ભરૂચ ઉપરાંત શક્તિનાથ તરફના લોકો પણ શિફ્ટટિંગ વિચારી રહ્યા છે, બહારના બધાજ નોકરિયાતો અને ઇન્વેસ્ટર્સ આ વિસ્તારને પ્રથમ પ્રાયોરિટી આપી રહ્યા છે…
નવવિકસિત આ વિસ્તાર ખુબજઅદ્યતન અને સુરતના વેસુ….યુનિવર્સીટી રોડ, પાર્લે પોઇન્ટ અને વડોદરાના વાસણા-ભાયલી અને રેસકોર્સ જેવા નવા આયોજન બદ્ધ, જુના પ્રચલિત-પ્રતિષ્ઠિત વિસ્તાર જેવો આ તવરા રોડનો વિકાસ થઈ રહ્યો છે, જે જુના ભરૂચને ભૂલવી જ નહીં દે, ભાંગલા અને તૂટ્યા ફૂટ્યા ભંગાર ભરૂચનું મેહણું પણ ભાગશે જ, એ પાક્કું છે…
પણ પુનઃ ખાટલે ખોડ એ મોટી છે કે કેટલાક ભરૂચની નવી ઉભી થતી ઓળખ અને વૈભવ, વિકાસનેના પચાવી શકતા ટૂંકી બુદ્ધિ અને દૃષ્ટિના કેટલાક જાત અને જનતાના હિતશત્રુઓ હંમેશની જેમ આડે આવ્યા હોવાનું બોલાઈ રહ્યું છે…એક તરફ જુના અને થોડા વિકસેલા નવા ભરૂચના પૂર્વ-પશ્ચિમના સોસાયટી વિસ્તારોને લિવેબલ અને લવેબલ ભરૂચ બનાવવા યુવાન અને ઉત્સાહી કલેકટર પસીનો પાડી રહ્યા છે, તો નવા વિકસતા આ વિસ્તારના વિકાસને કોઈની ખોટી નજર લાગી ગઈ છે. હજારો કરોડના ખર્ચે નવનિર્માણ પામતા આ વિસ્તારનો સમાવેશ ભરૂચ-અંકલેશ્વર અર્બન ઑથોરિટી-બૌડા અંડરમાં આવે છે. અહીંના બિલ્ડરો પાસેથી વિકાસના નામે બૌડા એ આશરે લગભગ 175 કરોડ રૂપિયા ડેવલપમેન્ટ ચાર્જ પેટે કલેક્ટ કર્યા છે, જેમાંથી મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, પાણી ગટર, વીજળી જેવી સુવિધાઓ આ વિસ્તારને પુરી પડવાની હોય છે. આ માટે આ ઑથોરિટી બંધાયેલી છે, સુરત-બરોડામાં તો બિલ્ડર્સ ડેવલોપ કરે, એ પેહલા એમને બેઝિક સ્ટ્રક્ચર રેડી કરી આપવામાં આવે છે, બૌડાની રચનાને પણ 5-7 વર્ષ થયાં, અનેક ટીપી સ્કીમો પડી, પણ માત્ર કાગળ પર…માંડ માંડ તવરાનું ઠાવું ઠેકાણું પડ્યું, બિલ્ડરો પણ વિકાસ માટે કકલ્યા, કરગર્યા..20-22 કરોડનું ટેન્ડર પણ 6 મીટરના આ રોડને 18 મીટર કરવાનું બહાર પણ પડ્યું, ત્યાં કોઈ અવરોધ સર્જાતા કામ ઢીલું પડ્યું…સામે ચોમાસું આવ્યું…બધાના કપાળે કરચલીઓ પડી, આ વિસ્તારના જુના-નવા રહીશોએ ભારેનારાજગી સાથે રવિવારે આ વિસ્તારના રહીશોએ હલ્લાબોલ કર્યું…વિઝ્યુઅલ મીડિયા એ સાદ્નસ્ય બતાવ્યું, છાપાઓમાં ફોટા સાથે ઘણું આવ્યું, લખાયું. ‘સંદેશે’ 8 કોલમ છાપી, ભાસ્કરે પણ લખ્યું…સંદેશના અહેવાલો મુજબ કોઈ રાજકિય હઠ અને સ્વાર્થના કારણે આ વિસ્તારનો વિકાસ ઠેલાઈ રહ્યો છે…
છાપાઓમાં અસંખ્ય શબ્દોમાં સત્ય મુકાયું જ છે, મેં એ માટે PDF ફાઇલ મુકાવી છે. એક વાત સ્પષ્ટ છે કે, ભરૂચના નેતાઓ જો યોગ્ય વિકાસના કરી શકતા હોય તો કોઈ વાંધો નહીં, પણ વિકાસના કામોમાં રોડા શા માટે નાંખતા હશે?? એક વાત સ્પષ્ટ થતી જાય છે, વિરોધ પક્ષના બરાબરનો છે, ત્યારે બધી જવાબદારી પ્રજા અને પત્રકરો પર જ આવે છે, ભરૂચના અમે 5-7 પત્રકારો એકત્ર બની, ગાંધીનગર અને દિલ્હીના સેનાપતિઓને સાચી માહિતી પહોંચાડવાના સંપૂર્ણ પ્રયાસો કરીએ છીએ, ને કરીશું, જરૂર પડે રૂબરૂ જઈશું…ભરૂચની જુદી જુદી NGO અને સીટીઝન ગ્રુપે પણ માત્ર વાર્તાલાપો કરવાના બદલે,જે “ટ્વીનસીટી” નું રૂપાળું ઘરેણું ગળે ઘાલ્યું છે, (જુઓને ભરૂચ-અંકલેશ્વરને જોડતા માર્ગની અંધાર પટ) એને સજાવવું ધજાવવું પણ પડશે જ અને એપણ પ્રજા જુવે, મહેસુસ કરે, એપ્રિસીએટ કરે, ખુશ થાય, એ રીતે…માત્ર ટ્રસ્ટ રચીને, હોદ્દા લઈને, CSR ફંડના ભરોસે બેસી રહેવાથી કોઈનું કોઈ ભલું નથી જ થવાનું, હા જાતે જાતે રાજીના રેડ અને નાના મોટા ફંક્સનોમાં ફાંકા જરૂર મરાશે, પ્રજા પણ આટલા વર્ષે ઘણું બધું સમજી ચુકી છે…રાજકિય નેતાઓ કેમ ભરૂચને મહાનગર પાલિકા માટે જોર નથી લગાવતાં? એ પણ પ્રજા હવે સમજી રહી-ગઈ છે…એકલા મોદીસાહેબ કે અમિતભાઈ શાહ જ નથી ચાલવાના, એમના કાર્યકરો એવા ‘નેતાઓ’ એ પણ ચાલવું જ પડશે…કોઈ જાગૃત જૂથે ભરૂચના ડેવલોપમેન્ટ માટે પણ શું PIL કરવાની છે?? તો એક જૂથ બની હવે એ રસ્તે પણ ચાલવું પડશે આપણે 5-15 લોકોએ સાથે મળીને..🙏✍️