Home Bharuch ભરૂચની કલરવ શાળાના ૩૧માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ

ભરૂચની કલરવ શાળાના ૩૧માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ

0

ભરૂચ શહેરમાં આવેલ રૂંગટા સ્કુલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે કલરવ શાળાનો ૩૧મો વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કલરવ શાળાના ૩૧મા વાર્ષિકોત્સવનું ઉજવણી ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રૂંગટા સ્કુલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી આ વાર્ષિકોત્સવમાં નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, શાળાના સંચાલિકા નીલાબેન મોદી તેમજ આમંત્રિતો,વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version