Published By:-Bhavika Sasiya
ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય, શિક્ષકોની ભરતી સહિત પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લા સંચાલક મંડળ,ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ ,વહીવટી સંઘ અને જિલ્લા શિક્ષક સંઘના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્યના શૈક્ષણિક જગતના પડતર પ્રશ્નોને શિક્ષણ મંત્રી,શિક્ષણ સચિવ,નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યા હતા.અને થાકારો કરી જાહેરાત પણ કરાઈ હતી પરંતુ પ્રથમ સત્રને દોઢ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ શાળાઓમાં શિક્ષક,કારકુન,પટાવાળા,ગ્રંથપાલ,લેબ ટીચર સહીત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓં ખાલી છે ત્યારે શૈક્ષણિક કર્મચારીઓની 100 ટકા કાયમી ભરતી,બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી છે અને જો આ માંગણીઓ સ્વીકારમાં નહિ આવે તો આગામી તારીખ-૨૪મી જુલાઈના રોજ તમામ કર્મચારી કાળી પટ્ટી ધારણ કરી ફરજ અદા કરશે સાથે તારીખ-૨૯મી જુલાઈએ સાંસદ અને ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવશે.