Published By:-Bhavika Sasiya
- પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી વિવિધ સ્ટોલ વચ્ચે મેળો મહાલવા લોકોની ઉમટતી મેદની
- ઘોઘારાવ ચોકમાં સેવાદારો દ્વારા છડીને ઝુલાવાઈ
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-2.45.43-PM1.jpeg)
ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા – છડી મહોત્સવનો આજે સાતમથી લોક મેળા સાથે આરંભ થતા જ મેદની ઉમટવાની શરૂ થઈ ગઈ છે.
ભરૂચ શહેરમાં સાતમથી દશમ સુધી ઉજવાતા ઉત્સવ અને મેળાની બુધવારથી શરૂઆત થઈ છે. ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
ભરૂચનો પંચબતીથી સોનેરી મહેલનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ પર પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે.
આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પહેરાવવા સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને નચાવી હતી. ભરૂચ શહેર ઉપરાંત જિલ્લાની જનમેદની મેળામાં ખાણી, પીણી, ખરીદારી અને દર્શન માટે છલકાવવાની શરૂઆત થઈ ગઈ છે.