Home Bharuch ભરૂચમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે સિટી બસ સેવા મફત…

ભરૂચમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે સિટી બસ સેવા મફત…

1

Published by : Rana Kajal

  • પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસીદ બતાવી બોર્ડના છાત્રો કરી શકશે ફ્રી માં મુસાફરી

ભરૂચ નગર પાલિકા દ્વારા બોર્ડના વિધાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન સિટી બસની મુસાફરી મફત કરી છે.

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો આજે મંગળવારથી પ્રારંભ થયો છે. ભરૂચ નગર પાલિકા દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓને પરીક્ષામાં આવવા જવા તકલીફ ન પડે તે માટે સિટી બસ સેવા 29 માર્ચ સુધી નિશુલ્ક કરાઈ છે.

પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે સાંજે પત્રકાર પરિષદ યોજી ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ પરીક્ષા રસીદ રજૂ કરી સિટી બસમાં મુસાફરી કરી શકશે. શહેરના ચારે તરફના રૂટ આવરી લેવાયા છે.

પરીક્ષામાં વિધાર્થીઓ આરામથી બસમાં મફત બેસી સલામત પરીક્ષા કેન્દ્ર ઉપર જઇ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version